તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ : સવારે એક્યુઆઈ ૩૬૭, આઈઆઈટી વિસ્તારમાં ૪૪૫ અને પંજાબી બાગમાં ૪૩૪ નોંધાયો
દિલ્હીમાં પ્રદૂષણ રોકવા ગ્રેપ-૩ના આકરા પ્રતિબંધો અમલમાં : નોઈડા-દિલ્હી ચિલ્લા બોર્ડર ઉપર વાહનોની ચકાસણી સઘન

નવી દિલ્હીઃ દિવાળી પહેલાં જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે ૭ નવેમ્બરે સવારે પાંચ વાગ્યે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૬૭ નોંધાયો હતો, જે 'અત્યંત ખરાબ' શ્રેણીમાં આવે છે. શહેરના ૨૨ મોનિટરિંગ કેન્દ્રો ઉપર હવાની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં હતી. સૂક્ષ્મ ધૂળના રજકણોનું પ્રમાણ વધતા સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી છે.
દિલ્હીના વિવિધ વિસ્તારોમાં આજે સવારે ૫ વાગ્યાનો એક્યુઆઈ
| વિસ્તાર / એક્યુઆઈ
આઈઆઈટી દિલ્હી ૪૪૫
પંજાબી બાગ ૪૩૪
વિવેક વિહાર ૪૨૮
જહાંગીરપુરી ૪૨૨
મુંડકા ૪૨૧
રોહિણી ૪૧૯
આર.કે. પુરમ ૪૧૮
સોનિયા વિહાર ૪૧૫
દ્વારકા સેક્ટર-૮ ૪૧૩
બવાના ૪૧૦
૪૦૧થી ૫૦૦નો એક્યુઆઈ 'ગંભીર' અને ૩૦૧થી ૪૦૦ 'અત્યંત ખરાબ' ગણાય છે.
દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને પગલે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ૬ નવેમ્બરથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના ત્રીજા તબક્કાના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. બિનજરૂરી બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મૂકાયા છે. જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનો તેમજ નિર્ધારિત ઉત્સર્જન ધોરણોનું પાલન નહીં કરતાં વાહનો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નોઈડા-દિલ્હીના ચિલ્લા બોર્ડર, ડીએનડી અને કાલિંદી કુંજ સહિતના પ્રવેશમાર્ગો ઉપર વાહનોનાં દસ્તાવેજ અને પ્રદૂષણ ધોરણોની તપાસ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
