હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
SCO સમિટમાં શાહબાઝ શરીફનો 'ફોટો કટ' વિવાદ: પીએમ મોદીને હટાવવા જતાં પાકિસ્તાન વિશ્વભરમાં ટ્રોલ
આખરે ડેમેજ કંટ્રોલ માટે આખી તસવીર કરવી પડી પોસ્ટ

બિશ્કેક : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ 2026 દરમિયાન વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની એક મોટી બાળબુદ્ધિ છતી થઈ છે. સભ્ય દેશોના વડાઓના પરંપરાગત "ફેમિલી ફોટો" સેશન પછી પાકિસ્તાન પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ (PMO) તરફથી સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી હતી, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાક અન્ય નેતાઓને ક્રોપ કરીને (કાપીને) હટાવી દેવાયા હતા. શાહબાઝ શરીફને કેન્દ્રમાં દર્શાવવાના આ નબળા પ્રયાસ બાદ સોશિયલ મીડિયા યુઝર્સે પાકિસ્તાન સરકારની સખત મજાક ઉડાવી, જેના પરિણામે આખરે ડેમેજ કંટ્રોલ કરવા માટે પાકિસ્તાની વડાપ્રધાને પોતે આખી તસવીર ફરીથી ટ્વીટ કરવી પડી હતી.
બિશ્કેકમાં યોજાયેલી આ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સહિતના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ફોટો સેશન પૂરૂં થતાં જ ભારતના પીએમ મોદીએ તમામ નેતાઓ સાથેનો સત્તાવાર સંપૂર્ણ સમિટ ફોટો X (ટ્વિટર) પર પોસ્ટ કર્યો હતો. પરંતુ પાકિસ્તાન PMOના આધિકારીક હેન્ડલ પરથી ડાબેથી જમણે માત્ર કઝાકિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખો દેખાય તે રીતે ફોટો કાપીને મૂકવામાં આવ્યો હતો. આ ક્રોપ કરેલી તસવીરમાંથી ભારત, ઈરાન અને બેલારુસના નેતાઓ તેમજ SCO સમિટનો લોગો પણ ગાયબ કરી દેવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન આ તરફ જતાં જ પાકિસ્તાનની ભારે નામોશી થઈ હતી. લોકોએ કમેન્ટ્સમાં ભારતીય પીએમ દ્વારા શેર કરાયેલો મૂળ ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, "આ છે સાચી તસવીર, પાકિસ્તાની માનસિકતા ક્યારેય બદલાશે નહીં." ઈન્ટરનેટ પર ભારે ડિજિટલ ફજેતી અને ટ્રોલિંગનો સામનો કર્યા બાદ શાહબાઝ શરીફે પોતાનું મોં બચાવવા માટે પોતાના પર્સનલ X એકાઉન્ટ પરથી તમામ નેતાઓ ધરાવતી મૂળ તસવીર રી-પોસ્ટ કરવી પડી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
