તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
રવિવારે શરદપૂર્ણિમાઃ શિતળ ચાંદનીમાં રાસ-ગરબા યોજાશે
શહેરભરમાં શરદોત્સવ ઉજવાશે, દૂધ-પૌંઆની જયાફત ઉડશે

નવી દિલ્હી,તા.૨૨: આગામી રવિવારે આસો સુદ પૂનમે(શરદ પૂર્ણિમા)ચન્દ્ર પૂર્ણ કળાએ ખિલશે. શરદ પૂનમની શિતળ રાતે શહેરના વિવિધ વિસ્તારમાં રાસ-ગરબા યોજાશે. તદુપરાંત ચંદ્રને ખીર ધરાવવામાં આવશે. જ્યોતિષાચાર્યના ઉલ્લેખ્યા મુજબ શરદ પૂર્ણિમાએ ભગવાન શ્રીલક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી સુખ-શાંતિ-આરોગ્યની પ્રાપ્તિ થાય છે. શરદ પૂર્ણિમાએ વિદ્વાન બ્રાહ્મણો થકી શ્રીસૂક્તના ૧૬ પાઠ કરાવવા સાથે વિષ્ણુ સહષ નામના પાઠ કરાવવા લાભકારી ગણાશે. જે જાતકોને ચંદ્ર નબળો હોય તેઓએ ચંદ્રની ઉપાસના કરી ચંદ્ર સ્તોત્રના પાઠ કરવા જોઈએ. આ વર્ષે શરદ પૂર્ણિમાએ ચંદ્ર મીન રાશિમાં છે. તદુપરાંત રેવતી નક્ષત્રમાં પણ સાંજે ૭:૨૨ કલાક સુધી ચન્દ્ર રહેશે ત્યારબાદ અશ્વિની નક્ષત્રમાં જશે. શનિ મહારાજ પહેલેથી જ મીન રાશિમાં હોઇ રેવતી નક્ષત્ર પર વિશેષ પ્રભાવ વર્તાશે.
શરદ પૂર્ણિમાએ વિષયોગ
આ વર્ષે શનિ અને ચંદ્રનો વિષયોગ સર્જાશે. ગ્રહગોચર જોતા શનિ મહારાજ કુંભ રાશિમાં વક્રી છે, તુલા રાશિમાં સૂર્ય છે અને કર્ક રાશિમાં ગુરુ મહારાજ છે. ચંદ્ર મનનો કારક હોઇ જેઓની કુંડળીમાં વિષયોગ છે. અન્યથા જન્મકુંડળીમાં ચંદ્ર નબળો છે એ દરેક જાતકો પર વિશેષ પ્રભાવ રહેશે. તેમાંથી રાહત પ્રાપ્ત કરવા માટે શ્રીકૃષ્ણની ઉપાસના કરવી જોઇએ
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
