<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

દિવાળી દરમ્‍યાનના વિમાન ભાડા આસમાને પહોંચતા શતાબ્‍દી-દુરન્‍તો-વન્‍દે ભારત તરફ ધસારો

પ્રવાસીઓની પસંદગી બની રેલ્‍વે

નવી દિલ્‍હી,તા.૦૧: દિવાળીના તહેવારોના વેકેશન અને સિક્‍યોરિટી તથા સર્વિસ ચાર્જિસના કારણે વિમાનના ભાડાંમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્‍યો હોવાથી અને લાંબા અંતરની કનેક્‍ટિંગ ફલાઈટ્‍સમાં લેઓવર (વેઈટિગ ટાઈમ) વધારો થતો હોવાથી વિમાનનો પ્રવાસ મોંઘો થતાં પ્રવાસના શોખીનો દિવાળીના વેકેશન માટે હવે રેલવેની શતાબ્‍દી, દુરન્‍તો, વન્‍દે ભારત અને તેજીસ જેવી ટ્રેનોમાં પ્રવાસ કરીને રજાઓ માણવા પ્રવાસ બુકિગ કરાવી રહ્યા હોવાનું પ્રવાસન ક્ષેત્રના જાણકારોનું કહેવું છે. એરપોર્ટ પર ૩ કલાક પહેલાં પહોંચવાનો સમય અને સિક્‍યોરિટી ચેકિગ મળીને વિમાન પ્રવાસનો કુલ સમય ૯ થી ૧૨ કલાક જેટલો થઈ જાય છે. તેની સામે રેલવે પ્રવાસનો સમય અઢીથી ત્રણ ગણો લાગે છે. પરંતુ ટ્રેનોમાં ભોજન મળતું હોવાથી તેના અલગથી ખર્ચ કરવા પડતો નથી. વિમાનમાં ભોજનનો અલગથી ખર્ચ કરવો પડે છે. તેથી પણ વિમાન યાત્રાને બદલે રેલવે યાત્રા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.

ત્રણ ડેસ્‍ટિનેશનના અધિકૃત ભાડાં અને સમયની સરખામણી નોર્થ-ઈસ્‍ટમાં દાજાિલિગ-ગંગટોકના માટે અમદાવાદ-બાગડોગરા અમદાવાદની ફલાઈટના વ્‍યક્‍તિદીઠ ભાડું રૂ.૨૯,૭૮૫ આસપાસનું થાય છે. ચાર જણના મળીને વિમાન ભાડાંના રૂ. ૧, ૧૯,૧૪૦ થાય છે. તેની સામે ટ્રેનમાં અમદાવાદ-ન્‍યુ જલપાઈગુડી-અમદાવાદના રાજધાની એક્‍સપ્રેસનું થ્રી ટીયર એ.સી.નું વ્‍યક્‍તિગત ભાડું ગણીએ તો વ્‍યક્‍તિગત અંદાજિત ભાડુ રૂ.૫૪૯૪ ટ્ટ થાય છે. ચાર જણા મળીને રૂ. ૨૧,૯૮૦ થાય છે. આમ ચાર જણના મળીની રૂ. ૯૭,૧૬૦ની બચત થાય છે. ટ્રેન પ્રવાસમાં ૩૬થી ૪૦ કલાક લાગે છે.

ગુજરાતીઓ કાશ્‍મીર જવાનું વધુ પસંદ કરે છે. અમદાવાદ-શ્રીનગર-અમદાવાદના વિમાન પ્રવાસ માટેનું સરેરાશ એક વ્‍યક્‍તિનું રિટર્ન ભાડું રૂ. ૨૪,૨૫૪ થાય છે. આમ ચાર જણના પરિવારનું રાઉન્‍ડ ટ્રીપનું એટલે કે આવવા અને જવાનું ભાડું રૂ. ૯૭,૦૧૬, થાય છે.  હા, વિમાન પ્રવાસ માટે અંદાજે ૯ કલાકનો સમય લાગી જાય છે. તેની સામે અમદાવાદ-કતરા થ્રી ટીયર અને કતરા-શ્રીનગરનું વંદેભારત જેવી ટ્રેનનું ભાડું રૂ. ચાર જણનું આવવા જવાનું ભાડું રૂ. ૨૪૭૫ એક જણના થાય છે. ચાર જણના ૯૯૦૦ની આસપાસનું થાય છે. ચાર જણાના પરિવારને વિમાનની સરખામણીએ ટ્રેનમાં પ્રવાસ કરે તો રૂ. ૮૭,૧૧૬ સુધીની નાણાકીય બચત થાય છે.

કેરળનો પ્રવાસ અમદાવાદથી કોચી અમદાવાદથી કેરળ-કોચીના વિમાન ભાડું વ્‍યક્‍તિદીઠ રૂ. ૧૬૯૩૮ થાય છે. પ્રવાસ માટે સરેરાશ એક્‍તરફી વિમાન આમ ચાર જણાના પરિવારનું આવવા-જવાનું ફલાઈટનું ભાડું રૂ. ૬૭,૭૫૨ થાય છે. તેની સામે થર્ડ એ.સી.માં રેલવે પ્રવાસ કરનારાઓએ સરેરાશ વ્‍યક્‍તિદીઠ એકતરફી ટ્રેન ભાડું રૂ. ૪૨૫૦ની  આસપાસ આવે છે. આમ ચાર જણાના પરિવારનું આવવા-જવાનું ટ્રેન ભાડું અંદાજે રૂ. ૧૭૦૦૦ થાય છે.

(10:03 AM IST)