તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 9th September 2026
ઉજ્જૈનમાં પરમાર કાલીન 'ખાડા હનુમાન' મૂર્તિના શિફ્ટિંગ પર ગરમાયું રાજકારણ: પ્રાચીન પ્રતિમાને સુરક્ષિત રીતે ખસેડવા વહીવટીતંત્રે IIT ઇન્દોરની મદદ માંગી!
સિંહસ્થ ૨૦૨૮ ના વિકાસ કાર્યો અને ભક્તોની આસ્થા વચ્ચે વહીવટીતંત્રે સંતુલન જાળવવાની કવાયત હાથ ધરી; પૂજારી અને શ્રદ્ધાળુઓની મંજૂરી બાદ જ લેવાશે નિર્ણય

ઉજ્જૈન : મધ્યપ્રદેશના ધાર્મિક શહેર ઉજ્જૈનમાં આવેલ 'ખાડા હનુમાન મંદિર' ખાતે સ્થાપિત પ્રાચીન મૂર્તિને સુરક્ષિત રીતે સ્થાનાંતરિત કરવાના મુદ્દે વહીવટીતંત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહારા લીધો છે. વર્ષ ૨૦૨૮ માં યોજાનારા ભવ્ય 'સિંહસ્થ કુંભમેળા'ના વિકાસ કાર્યોના માર્ગમાં આવતી આ મૂર્તિને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વિના અન્યત્ર ખસેડવા માટે ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશને IIT ઇન્દોરના એન્જિનિયરો અને નિષ્ણાતોની એક ખાસ ટીમને પાછળથી બોલાવી છે. બેસાલ્ટ પથ્થરથી બનેલી આ પરમાર કાલીન મૂર્તિ અત્યંત પ્રાચીન હોવાથી શ્રદ્ધાળુઓ અને પૂજારીની લાગણીઓને ધ્યાનમાં રાખીને જ આગળના નિર્ણય લેવામાં આવશે.
IIT ઇન્દોરના નિષ્ણાતોએ શરૂ કર્યું આધુનિક પરીક્ષણ:
મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અભિલાષ મિશ્રાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે મંદિરના પૂજારી અને સ્થાનિકોની વિનંતીને ધ્યાને રાખીને IIT ઇન્દોરની નિષ્ણાત ટીમે મંગળવારથી તપાસ શરૂ કરી છે. પરમાર વંશના સમયની મૂર્તિઓ અતિ મજબૂત 'ઇન્ટરલોકિંગ ટેકનિક' અને ભારે બેસાલ્ટ પથ્થરોથી કોતરવામાં આવતી હતી. આથી, નિષ્ણાતો આધુનિક સાધનોની મદદથી મૂર્તિની ઊંડાઈ, જમીનની પકડ અને આસપાસની માટીનું ઊંડાણપૂર્વક પરિક્ષણ કરી રહ્યા છે જેથી તેને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે ઉઠાવી શકાય.
પૂજારી અને સ્થાનિકોની માગ:
મંદિરના પૂજારી મહેશ બૈરાગીએ જણાવ્યું કે તેઓ વિકાસ કાર્યો કે વહીવટીતંત્રની પ્રક્રિયાની વિરુદ્ધ નથી. પરંતુ તેમની સ્પષ્ટ માગ છે કે મૂર્તિની પવિત્રતા અને સુરક્ષા જળવાઈ રહે. આધુનિક ટેકનોલોજીના નિરીક્ષણ બાદ જ આગળનું કદમ ઉઠાવાય તેવો મેમોરેન્ડમ પણ કમિશનરને સોંપાયો હતો. બુધવારે સવારથી જ મંદિરે દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
'આસ્થા અને વારસાનું સન્માન જળવાશે': પ્રશાસન
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ઉજ્જૈન જિલ્લા વહીવટીતંત્રે પ્રેસ નોટ જારી કરીને સ્પષ્ટતા કરી છે કે કોઈપણ ભક્તની ધાર્મિક લાગણીઓ સાથે છેડછાડ કરવામાં આવશે નહીં. એસડીએમ એલ.એન. ગર્ગે જણાવ્યું કે સિંહસ્થ ૨૦૨૮ માટે માર્ગ વિકાસ જરૂરી છે, પરંતુ ઉજ્જૈનની સંસ્કૃતિ, આસ્થા અને વારસાનું રક્ષણ પણ એટલું જ મહત્વનું છે. સર્વસંમતિ અને નિષ્ણાતોના ટેકનિકલ રિપોર્ટ બાદ જ મૂર્તિના સ્થાનાંતરણ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
