News of Friday, 26th June 2026
ગોરખપુરમાં હચમચાવી મુકતો હત્યાકાંડ: ૧૬ વર્ષના સગીરે સગા ભાઈ, ભાભી અને ભત્રીજાની હત્યા કરી: પોલીસ સમક્ષ રડતા રડતા કહ્યું- 'બે દિ'થી જમવા નહોતું આપ્યું, જેલમાં ખાવાનું તો મળશે

ગોરખપુર: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં માત્ર ૧૬ વર્ષના એક સગીર છોકરાએ પોતાના જ સગા મોટા ભાઈ, ભાભી અને માસૂમ ભત્રીજાની ઘાતકી હત્યા કરી નાખી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રે જ્યારે પરિવારજનો પોતાના રૂમમાં ગાઢ નિદ્રામાં હતા ત્યારે જ આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જ્યારે આ સગીરની અટકાયત કરવામાં આવી ત્યારે તેણે રડતાં રડતાં પોલીસને જે કારણ આપ્યું તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. સગીરે જણાવ્યું હતું કે તેને છેલ્લા બે દિવસથી ઘરમાં જમવાનું આપવામાં આવ્યું નહોતું અને તે ભૂખથી તરફડી રહ્યો હતો, એટલે તેણે વિચાર્યું કે જો તે હત્યા કરશે તો તેને પકડાઈને જેલમાં જવું પડશે અને ત્યાં ઓછામાં ઓછું બે ટંકનું ખાવાનું તો મળશે જ. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
