<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

એર ઈન્ડિયાની ફૂકેટ-દિલ્હી ફ્લાઈટ દુર્ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ: ઉડાન ભરતા પહેલા જ પાઈલટ ડ્રગ્સ/માનસિક અસર કરતી દવાઓના નશામાં ધૂત હોવાનો પ્રારંભિક તપાસમાં ધમાકેદાર ખુલાસો

​વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) ના પ્રાથમિક રિપોર્ટમાં પાઈલટના 'સાયકો-એક્ટિવ સબસ્ટન્સ' ટેસ્ટ પોઝિટિવ આવતા એવિએશન સેક્ટરમાં ખળભળાટ; DGCA ને તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં ભરવા કરી ભલામણ

​નવી દિલ્હી,  એર ઈન્ડિયાની થાઈલેન્ડના ફૂકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટ સાથે જોડાયેલી ઘટનામાં એક ખૂબ જ ગંભીર અને ચોંકાવનારી બાબત સામે આવી છે. વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રાથમિક તપાસ અહેવાલમાં ખુલાસો થયો છે કે વિમાન ઉડાડી રહેલો મુખ્ય પાઈલટ માનસિક અસર કરતી નશાકારક સામગ્રી અથવા દવાઓ (સાયકો-એક્ટિવ સબસ્ટન્સ) ના સેવનનો દોષી મળી આવ્યો છે. ઉડાન સુરક્ષા જેવા અતિ સંવેદનશીલ મુદ્દે પાઈલટનું મેડિકલ પરીક્ષણ પોઝિટિવ આવતા આખી એવિએશન ઈન્ડસ્ટ્રી અને મુસાફરોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે.

​AAIB દ્વારા પોતાના રિપોર્ટમાં આ બાબતને "અત્યંત ગંભીર ચિંતાનો વિષય" ગણાવવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ નાગરિક વિમાનન મહાનિદેશાલય (DGCA) ને અપીલ કરી છે કે આ બાબતે પ્રાથમિકતાના ધોરણે સખત અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. વિમાન ઉડાન ભરે તે પહેલાં અથવા સેવા દરમિયાન પાઈલટ દ્વારા કોઈપણ પ્રકારના નશાકારક પદાર્થોનું સેવન ફ્લાઈટમાં સવાર સેંકડો મુસાફરોના જીવને સીધા જોખમમાં મૂકે છે.

​ઉલ્લેખનીય છે કે એરલાઈન્સના નિયમો અનુસાર દરેક ઉડાન પહેલા પાઈલટ અને ક્રૂ મેમ્બર્સનું મેડિકલ ચેકઅપ અને બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ ફરજિયાત હોય છે. આ ઘટના બાદ હવે એર ઈન્ડિયાના પાઈલટોના ટ્રેનિંગ, સ્ક્રીનિંગ અને ફિટનેસ પ્રોટોકોલ પર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. DGCA આ મામલે ટૂંક સમયમાં સંબંધિત પાઈલટ સામે આજીવન લાયસન્સ રદ કરવા સુધીના આકરા પગલાં ભરે તેવી શક્યતા જોવાઈ રહી છે.

(1:31 PM IST)