<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

નાશિક TCS ધર્માંતરણ કેસમાં ચોંકાવનારો ખુલાસો: મુખ્ય આરોપી નિદા ખાને પીડિતાના વોટ્સએપ પર મોકલ્યા 171 વીડિયો, ઘરે જઈને બુરખો પહેરવાની આપતી તાલીમ!

TCS જેવી દિગ્ગજ કંપનીમાં ધર્માંતરણના જાળાથી કોર્પોરેટ જગતમાં ફફડાટ; પોલીસ તપાસમાં બેંક પાસબુક જપ્ત, વિદેશી ફંડિંગના એંગલથી તપાસનો ધમધમાટ

નાશિક: મહારાષ્ટ્રના નાશિકમાં આવેલી ખ્યાતનામ કંપની TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ) માં ધર્માંતરણના પ્રયાસના મામલાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. આ કેસની મુખ્ય આરોપી નિદા ખાન દ્વારા પીડિતાનું માનસિક રીતે બ્રેઈનવોશ કરવા માટે જે પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી, તેની વિગતો જાણીને તપાસ અધિકારીઓ પણ હેબતાઈ ગયા છે. આજે નિદા ખાનની પોલીસ કસ્ટડી પૂર્ણ થતી હોવાથી તેને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.
 
સોશિયલ મીડિયા દ્વારા ધાર્મિક ઝેર ફેલાવવાનો ખેલ
પોલીસની પ્રાથમિક તપાસમાં સૌથી ગંભીર વિગત એ સામે આવી છે કે, નિદા ખાને પીડિતાના વોટ્સએપ પર એક-બે નહીં પરંતુ કુલ ૧૭૧ ઇસ્લામિક ધાર્મિક વીડિયો મોકલ્યા હતા. આ વીડિયો દ્વારા પીડિતાના મનમાં હિન્દુ ધર્મ પ્રત્યે નફરત અને અન્ય ધર્મ પ્રત્યે આકર્ષણ જન્માવવાનો લાંબા સમયથી પ્રયાસ ચાલતો હતો. નિદા ખાન ઓફિસમાં જ પીડિતાને કલમા પઢવા અને નમાઝ અદા કરવાની વિગતવાર તાલીમ પણ આપતી હતી.
 
ઓફિસથી ઘર સુધી ફેલાયેલી હતી જાળ
આ ષડયંત્ર માત્ર ઓફિસની કેબિન સુધી સીમિત નહોતું. પોલીસના જણાવ્યા મુજબ, નિદા ખાન અવારનવાર પીડિતાના ઘરે પહોંચી જતી હતી. ત્યાં જઈને તે ચોક્કસ પ્રકારની ધાર્મિક વિધિઓ કરતી અને પીડિતાને ઇસ્લામિક પોશાક, ખાસ કરીને હિજાબ અને બુરખો કેવી રીતે પહેરવો તેની તાલીમ આપતી હતી. પીડિતાને સંપૂર્ણપણે ઇસ્લામિક જીવનશૈલીમાં ઢાળવા માટે નિદાએ ક્રૂરતાપૂર્વક માનસિક દબાણ ઉભું કર્યું હતું.
 
શું આમાં વિદેશી તાકાતોનો હાથ છે?
નાશિક પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરતા નિદા ખાનની બેંક પાસબુક અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે. પોલીસને શંકા છે કે એક સામાન્ય યુવતી આટલા મોટા પાયે બ્રેઈનવોશિંગનું કામ કોઈ મોટા નેટવર્ક કે વિદેશી ફંડિંગ વગર ન કરી શકે. તેના બેંક ખાતામાં આવેલા નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે જેથી આ ષડયંત્રના મૂળ સુધી પહોંચી શકાય.
 
કોર્પોરેટ સેક્ટરમાં સુરક્ષા પર સવાલ
TCS જેવી વૈશ્વિક સ્તરની કંપનીમાં જ્યારે આવો મામલો સામે આવે છે, ત્યારે કર્મચારીઓની સુરક્ષા અને તેમના અંગત આચરણ પર ગંભીર સવાલો ઊભા થયા છે. આજે બપોરે નિદા ખાનને નાશિક સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ તેના વધુ રિમાન્ડની માંગણી કરી શકે છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે બાબતે પણ પોલીસની અનેક ટીમો કાર્યરત છે.

(6:22 PM IST)