તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
ઝારખંડમાં કાળજું કંપાવતી દુર્ઘટના : સ્કૂટીના અકસ્માત બાદ મદદે દોડી આવેલા લોકોને કાળમુખા ટ્રકે કચડ્યા, ૭નાં મોત: મૃતકોમાં ૩ બાળકોનો સમાવેશ : ૬નાં ઘટનાસ્થળે મૃત્યુ, ટ્રકચાલક ફરાર

રાંચી, તા. ૬ : ઝારખંડના ખૂંટી જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે સર્જાયેલી હૃદયદ્રાવક માર્ગ દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. કર્રા પોલીસ સ્ટેશન વિસ્તારના કર્રા-તોરપા મુખ્ય માર્ગ ઉપર જોને-લુદરૂ વળાંક નજીક એક સ્કૂટીચાલક અકસ્માતનો ભોગ બન્યા બાદ મદદ માટે લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન બેફામ ઝડપે ધસી આવેલા ભારે ટ્રકે રસ્તાની બાજુમાં ઊભેલા લોકોને કચડી નાખતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ગુરુવારે રાત્રે આશરે પોણા દસ વાગ્યે સ્કૂટીચાલક નિયંત્રણ ગુમાવતાં રસ્તાની બાજુની ઝાડીઓમાં જઈ પડ્યો હતો. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે સમયે તોરપા તરફથી આવેલા ઝડપી ટ્રકે ટોળાને અડફેટે લીધું હતું.
ખૂંટી જિલ્લાના પોલીસ અધિક્ષક ઋષભ ગર્ગે સાત લોકોનાં મોત અને એક વ્યક્તિને ઇજા થયાની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા મુજબ છ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ અધિક્ષકે મૃતકોમાં ત્રણ મહિલાઓ, ત્રણ બાળકો અને એક પુરુષનો સમાવેશ થતો હોવાનું જણાવ્યું હતું.
અકસ્માત બાદ ટ્રકચાલક અને તેનો સહાયક સ્થળ પરથી નાસી ગયા હતા.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
