<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

બેંગલુરુમાં હચમચાવી મુકતો ત્રિપલ મર્ડર કેસ: સગી દીકરીએ માતા-પિતા અને નાની બહેનની મધરાતે ઘાતકી હત્યા કરી

બેંગલુરુ: શહેરમાં લોહી થીજવી દે તેવી ત્રિપલ મર્ડરની એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક સગી દીકરીએ જ પોતાના જન્મદાતા માતા-પિતા અને નાની બહેનને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

 

પ્રાથમિક અહેવાલો મુજબ, આરોપી દીકરીએ મોડી રાત્રે પરિવારના સભ્યો ગાઢ નિદ્રામાં હતા ત્યારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ત્રણેયની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્રણેય મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે આરોપી દીકરીની ધરપકડ કરી લીધી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ અને તેનો ઈરાદો જાણવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. 

 

ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ દ્વારા પણ ઘટનાસ્થળેથી ઝીણવટભરી તપાસ કરીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

(1:07 PM IST)