તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
કળિયુગમાં શ્રવણનો અવતારઃ વૃદ્ધ માતાને ખભા પર બેસાડીને દીકરાએ કરાવ્યાં બાંકે બિહારીજીનાં દર્શન
આ ભાવુક લ્લશ્યનો વિડિયો વાઇરલ થતાં લોકો તેને શ્રવણકુમાર સાથે સરખાવી રહ્યા છે

વૃંદાવન તા.૩: વૃંદાવનના પ્રખ્યાત અને પવિત્ર શ્રી બાંકે બિહારી મંદિરમાંથી એક અત્યંત ભાવુક અને હૃદયસ્પર્શી લ્લશ્ય સામે આવ્યું છે, જેણે સોશ્યલ મીડિયા પર લાખો લોકોનાં દિલ જીતી લીધાં છે. મંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે એક શ્રદ્ધાળુ પુત્ર પોતાની વૃદ્ધ અને અશક્ત માતાને પોતાના ખભા પર બેસાડીને પ્રભુ બાંકે બિહારીજીનાં દર્શન કરાવતો જોવા મળ્યો હતો.
આજકાલ જ્યાં માતા-પિતા પ્રત્યેની જવાબદારીથી લોકો દૂર ભાગતા દેખાય છે ત્યાં આ દીકરાના નિઃસ્વાર્થ પ્રેમ અને સેવાભાવે લોકોને ‘શ્રવણકુમાર'ની યાદ અપાવી દીધી હતી. મંદિરમાં હાજર અન્ય ભક્તો પણ આ નઝારો જોઈને ભાવવિભોર થઈ ગયા હતા.
સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો અને તસવીરો વાઇરલ થતાં જ લોકો આ દીકરાના સંસ્કારો અને ભક્તિનાં મુક્ત મને વખાણ કરી રહ્યાં છે. નેટિઝન્સ કમેન્ટ્સમાં લખી રહ્યા છે કે માતા-પિતાનાં ચરણોમાં જ સ્વર્ગ સમાયું છે અને આ દીકરાએ માતૃભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
