તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
બંગાળમાં શુભેન્દુ સરકારની મોટી કાર્યવાહી: આરજી કર કેસમાં 3 IPS અધિકારી સસ્પેન્ડ: કેસની ફાઇલ ફરીથી ખોલવા આદેશ
બંગાળ સરકારે આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસમાં મોટી કાર્યવાહી કરતા ત્રણ આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા

પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી ઝડપથી નિર્ણયો લઈ રહ્યા છે. શુક્રવારે, બંગાળ સરકારે આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસમાં મહત્વની કાર્યવાહી કરીને ત્રણ આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
શુક્રવારે નવાન્ના ખાતે આ જાહેરાત કરતા, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કહ્યું કે કેસ ફાઇલ ફરીથી ખોલવામાં આવશે અને તત્કાલીન પોલીસ અધિકારીઓની ભૂમિકાની વિભાગીય તપાસ કરવામાં આવશે. તેમણે એ પણ સંકેત આપ્યો કે તપાસના દાયરામાં તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભૂમિકાની પણ સમીક્ષા કરવામાં આવશે.
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં તત્કાલીન કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ, તત્કાલીન ડીસી (ઉત્તર) અભિષેક ગુપ્તા અને તત્કાલીન ડીસી (મધ્ય) ઇન્દિરા મુખોપાધ્યાયનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આરજી કર કેસમાંગંભીર બેદરકારી અને પ્રક્રિયાગત ખામીઓના આરોપો સામે આવ્યા છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કહ્યું, "ગૃહમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા પછી, મેં મુખ્ય સચિવ અને ગૃહ સચિવ પાસેથી આરજી કર કેસ અને ત્યારબાદના સંજોગો અંગે વિગતવાર અહેવાલ માંગ્યો હતો." હકીકતો સામે આવ્યા પછી, સરકારે પ્રારંભિક વહીવટી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે આરોપ લગાવ્યો કે એફઆઈઆર નોંધવામાં અને પ્રારંભિક તપાસમાં ગંભીર ગેરરીતિઓ થઈ છે. મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, મીડિયા અહેવાલોમાં પણ સંકેત મળ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા પીડિતાની માતાને લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેની તપાસ કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે, આરોપી અધિકારીઓને તપાસ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે રાજ્ય સરકાર સીબીઆઈની ફોજદારી તપાસમાં દખલ કરશે નહીં, પરંતુ રાજ્ય પોલીસની ભૂમિકાની અલગથી સમીક્ષા કરવામાં આવશે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
