News of Wednesday, 27th May 2026
સિદ્ધિવિનાયક મંદિર હવે આવું દેખાશેઃ ૪૯૩ કરોડના ખર્ચે રિનોવેશન
સફેદ માબર્લનો કોતરણી કરેલો મેઇન ગેટ બનાવવામાં આવશેઃ કવર કરેલો સ્પેશ્યસ વોકવે તૈયાર કરવામાં આવશે

મુંબઈ,તા.૨૭: રાજ્ય સરકાર અને ગ્પ્ઘ્એ મુંબઈના પ્રતિષ્ઠિત સિદ્ધિવિનાયક મંદિરના રીડેવલપમેન્ટનો પ્લાન અમલમાં મૂક્યો છે. એના પરંપરાગત આર્કિટેક્ચરને જાળવીને ૪૯૩ કરોડ રૂપિયાના ખર્ચે થનારા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિદે, મેયર રિતુ તાવડે અને નાયબ મેયર સંજય ઘાડી સહિત મંદિરના ટ્રસ્ટીઓ અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઉદ્ધાટન કર્યું હતું. આ રીડેવલપમેન્ટ મંદિરની મુલાકાત લેતા ભક્તો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, સેફટી અને અન્ય ફેસિલિટીને સુધારવા તૈયાર કરેલી યોજનાનો એક ભાગ છે.
ભૂમિપૂજન બાદ દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયા પર નવા મંદિરના મોડલના કેટલાક ફોટો પણ શેર કર્યા હતા. એમાં દર્શાવવામાં આવ્યું હતું કે રીડેલપમેન્ટ પૂરું થયા પછી અપગ્રેડ કરાયેલું મંદિર કોમ્પ્લેક્સ કેવું દેખાશે. સાથે જ તેમણે લખ્યું હતું કે ‘આપણું શ્રી સિદ્ધિવિનાયક મંદિર સંકુલ અને પરિસર આ દેખાવ અને અપગ્રેડેશન મેળવવા માટે તૈયાર છે. અમે આજે એનું ભૂમિપૂજન કર્યું છે. ગણપતિબાપ્પા મોરયા.'
આ રીડેવલપમેન્ટ ૩ તબક્કામાં કરવામાં આવશે, જેમાં ફક્ત પહેલા તબક્કાનો ખર્ચ ૭૮.૦૧ કરોડ રૂપિયા થશે. રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં નવા સફેદ માર્બલનાં આર્ટિસ્ટિક કોતરણીવાળાં પ્રવેશદ્વારો, ઘુમ્મટનું નિર્માણ, દર્શનાર્થીઓની લાઇન માટે નવા રૂફ સાથે કવર કરેલા ક્યુ કોરિડોર, વોકવે વગેરે કરવા ઉપરાંત મંદિરની અંદરની અને બહારની દીવાલો પર નવા પથ્થર બેસાડવામાં આવશે અને ૧૨૪ વાહનોની ક્ષમતા ધરાવતા બે ફલોરનું પાર્કિગ બનાવવામાં આવશે. પ્રારંભિક કાર્યો માટે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ મેસર્સ એન્જાિનિયર્સ સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડની નિમણૂક કરવામાં આવી છે. પહેલા તબક્કાનું કામ ૨૪ મહિનામાં પૂરું કરી લેવામાં આવશે.
દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોવાથી આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ક્રાઉડ-મેનેજમેન્ટ અને સુવિધાઓમાં મોટા પ્રમાણમાં સુધારો કરવાનો છે. બીજા અને ત્રીજા તબક્કામાં ભીડ ઓછી કરવા અને એન્ટ્રી અને એક્ઝિટના માર્ગોને સુવ્યવસ્થિત કરવા માટે કાકાસાહેબ ગાડગિલ માર્ગ પર એક નવો રિદ્ધિ ગેટ શરૂ કરવામાં આવશે. ભક્તોને મફત ભોજન માટે અન્નદાન સેવા પણ શરૂ કરવાની યોજના છે.
૧૮૦૧માં લક્ષ્મણ પાટીલ અને દેહુબાઈ પાટીલ દ્વારા સ્થાપિત લગભગ ૨૨૫ વર્ષ જૂના મંદિરને હવે વિશાળ અને વધુ ભવ્ય બનાવવામાં આવશે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
