તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 23rd September 2026
ભારત-કેનેડા વેપાર કરારની વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ; આગામી બેઠક ૫ ઑક્ટોબરથી
- કેનેડાની ભારત સાથે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર અંગેની વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ

નવી દિલ્હી : કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપારમંત્રી મનિન્દર સિધુએ ભારત સાથે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર અંગેની વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું જણાવ્યું છે. બંને દેશો વર્ષના અંત સુધીમાં પરસ્પર લાભદાયી સમજૂતી પૂર્ણ કરવા પ્રયત્નશીલ છે. કેન્દ્રીય વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે વાટાઘાટોનો આગામી તબક્કો ૫ ઑક્ટોબરથી શરૂ થશે. તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલા ચોથા તબક્કામાં બે પ્રકરણો અંગે સહમતી સધાઈ હતી. પ્રસ્તાવિત કરારમાં માલસામાન, સેવાઓ, રોકાણ, ઊર્જા, મહત્ત્વપૂર્ણ ખનિજો, કૃષિ, ટેકનોલોજી અને પુરવઠા શૃંખલા સહિતના ક્ષેત્રોને આવરી લેવાની દિશામાં ચર્ચા ચાલી રહી છે.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
