<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

ચાંદી ફરી તૂટી : ૭૦૦૦ રૂા.નો કડાકો

હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ર,૬૦,૦૦૦ રૂા. : સોનામાં ૧૦૦૦ રૂા. ઘટતા ભાવ ૧,પ૯,૩૦૦ રૂા. થયા

 

રાજકોટ, તા., પઃ બુલીયન માર્કેટમાં આજે ચાંદીમાં ફરી કડાકો જોવા મળ્‍યો છે.  અને એક જ ઝાટકે ૭૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. સોનામાં પણ ૧૦૦૦ રૂા. ઘટયા હતા.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે ૭૦૦૦ રૂા. તૂટયા હતા. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ર,૬૭,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ર.૦૦ વાગ્‍યે ર,૬૦,૦૦૦ રૂા. થયા હતા.  અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધની કટોકટી વચ્‍ચે છેલ્લા પખવાડીયામાં આજે ચાંદીના ભાવમાં મોટુ ગાબડુ પડયું હતું. છેલ્લા એક પખવાડીયામાં ચાંદીના ભાવ ર,૬પ,૦૦૦ થી ર,૭૦,૦૦૦ વચ્‍ચે અથડાયા રહે છે. ચાંદીની સાથે સોનામાં પણ ૧૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂા. તૂટતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ગઇકાલે ૧,૬૦,૩૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,પ૯,૩૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૧૦,૦૦૦ રૂા.નુ ગાબડુ પડતા સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ઘટીને ૧પ,૯૩,૦૦૦ રૂા. થયા હતા. (

(2:52 PM IST)