News of Friday, 30th October 2026
ચાંદીમાં વધુ ૫૫૦૦ રૂા.નો કડાકો
ચાંદીના ભાવ ઘટીને ૧,૮૭,૦૦૦ રૂા. થયાઃ સોનામાં ૧,૦૦૦ રૂા.નો ઘટાડો : છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૯,૦૦૦ રૂા. તૂટયા

રાજકોટ તા.૩૦: બુલિયન માર્કેટમાં ચાંદીમાં કડાકાનો દોર યથાવત રહયો છે. આજે ચાંદીમાં વધુ ૫૫૦૦ રૂા.નું ગાબડુ પડયુ છે.
બુલિયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં વધુ ૫૫૦૦ રૂા. તુટયા હતા. ગઇકાલે રાત્રે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૯૨,૫૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૮૭,૦૦૦ રૂા. થઇ ગયા છે. છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૯,૦૦૦ રૂા.નો નોંધપાત્ર ભાવઘટાડો થયો છે.
ચાંદીની સાથે સોનામાં પણ ૧૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. બુલિયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનિક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂા. ઘટતા સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૬,૨૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૪૫,૨૦૦ રૂા. થઇ ગયા છે.
વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્ષ ઉંચકાતા તેમજ આવતા મહિને ફેડરલ બેંક દ્વારા વ્યાજ વધારાની શકયતાએ સોના-ચાંદીના ભાવ સતત તૂટી રહયા છે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
