<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

ચાંદીમાં ૭૦૦૦-સોનામાં ૧ર૦૦ નો કડાકો

હાજરમાં ચાંદી ૧ કિલોનો ભાવ ઘટીને ર,ર૦,૦૦૦ અને સોનાના ભાવ ૧,૪૬,૮૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૧૩ : અમેરીકા અને ઇરાન વચ્‍ચે ફરીથી યુધ્‍ધ ફાટી નિકળતા સોના-ચાંદીના ભાવમાં ફરી કડાકો બોલી ગયો છે. ચાંદીમાં ૭૦૦૦ અને સોનામાં ૧ર૦૦ રૂા.નો ઘટાડો થયો છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે નવા સપ્તાહના પ્રારંભે ચાંદીના ૭૦૦૦ રૂા. તૂટી ગયા છે. શુક્રવારે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,ર૭,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ર,ર૦,૦૦૦ રૂા. થઇ ગયા છે.

ચાંદીની સાથે સોનામાં પણ ૧ર૦૦ રૂા. તુટયા છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧ર૦૦ રૂા.નો ઘટાડો થતા શુક્રવારે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૪૮,૦૦૦ રૂા. હતા ેતે ઘટીને ૧,૪૬,૮૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્‍કીટમાં ૧ર,૦૦૦ રૂા.નું ગાબડુ પડતા સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૪,૮૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૪,૬૮,૦૦૦ રૂા. થઇ ગયા છે.

અમેરીકા અને ઇરાન વચ્‍ચે ફરીથી યુધ્‍ધ શરૂ થતા આ ભાવ ઘટાડો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું. (૪

(2:56 PM IST)