News of Wednesday, 25th November 2026
બુલિયન માર્કેટમાં તેજી બાદ ફરી કડાકો ચાંદીમાં ૬૦૦૦-સોનામાં ૩૫૦૦ રૂા.તૂટયા
હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ૧,૪૬,૦૦૦ અને સોનાના ભાવ ૧,૨૬,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા.૨૩: બુલિયન માર્કેટમાં ૧ દિવસ તેજી રહયા બાદ ફરી કડાકો જોવા મળ્યો હતો. ચાંદીમાં ૭,૦૦૦ અને સોનામાં ૩૫૦૦ રૂા.નો ઘટડો થયો છે.
બુલિયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનિક બજારમાં ચાંદીમાં આજે ૬૦૦૦રૂા.નો કડાકો થયો છે. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૫૨,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૪૬,૦૦૦રૂા. થઇ ગયા છે. સોમવારે તેજી રહયા બાદ એક દિ'ના વિરામ બાદ ચાંદીના ભાવ ફરી તૂટયા છે.
ચાંદીની સાથે સોનામાં પણ મંદી જોવા મળી હતી. બુલિયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનિક બજારમાં આજે સોનામાં ૩૫૦૦ રૂા. ઘટયા હતા. ગઇકાલે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૨૯,૫૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૨૬,૦૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્કીટમાં ૩૫,૦૦૦ રૂા.નું ગાબડુ થયુ છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ) ના ભાવ ૧૨,૯૫, ૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૨,૬૦,૦૦૦ રૂા.ની સપાટી પહોંચ્યા છે.
વિશ્વ માર્કેટમાં ફેડરલ બેંક દ્વારા વ્યાજદર વધારવાની આશંકાએ સોના-ચાંદીના ભાવોમાં ગાબડુ પડયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યુ હતું.(૨.૧૮)
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
