તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
શ્રી સાંવલિયા સેઠને ભેટમાં ધર્યા ચાંદીનાં હાર્મોનિયમ, ઢોલક અને માઇક
ભજનગાયકે સાંવલિયા સેઠને બનાવ્યા પોતાના પાર્ટનર

ઉદયપુર,તા.૧૭: રાજસ્થાનના શ્રી સાંવલિયા સેઠ અનેક બિઝનેસમાં ભાગીદાર છે. અહીં લોકો પોતાના ધંધા અને નોકરીમાં બરકત થવાની માનતા લઈને આવે છે અને પ્રભુને પોતાના ધંધામાં પાર્ટનર બનાવીને કામ કરે છે. એમાંય હવે તો પોતાના ધંધાના પ્રતીક સમી ચાંદીની ચીજો પ્રભુને ભેટમાં ધરવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે. તાજેતરમાં પ્રસિદ્ધ ભજનગાયક ગોકુલ શર્માએ શ્રી સાંવલિયા સેઠને પોતાના પાર્ટનર બનાવ્યા છે. તેમણે મંદિરમાં દર્શન કરીને ચાંદીનાં હાર્મોનિયમ, ઢોલક અને માઇકની પ્રતિકૃતિ ભેટ ધર્યાં છે. તેમનું કહેવું છે કે ભજનયાત્રામાં મળેલી સફળતા શ્રી સાંવલિયા સેઠની જ કૃપા છે એટલે આસ્થા અને કૃતજ્ઞભાવે સંગીતના સાધનો પ્રભુને ધર્યાં છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
