News of Tuesday, 12th May 2026
ચાંદીમાં તેજી : ૧૦,૦૦૦ રૂા.નો ઉછાળો
હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ વધીને ર,૭૦,૦૦૦ રૂા. થયા : સોનામાં ૧,૦૦૦ રૂા.નો વધારા સાથે ભાવ ૧,પ૬,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૧રઃ બુલીયન માર્કેટમાં ગત મોડી રાત્રે ચાંદીમાં ફરી તેજીનો તરખાટ જોવા મળ્યો હતો.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને કારણે સ્થાનીક બજારમાં મોડી રાત્રે ચાંદીના ભાવમાં ૧૦,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ર,૬૦,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૭૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. છેલ્લા ૧ માસથી ચાંદીના ભાવ ર,૪૦,૦૦૦ થી ર,પપ,૦૦૦ વચ્ચે અથડાઇ રહયા છે. ગઇકાલે એકાએક ઉછાળો થયો હતો.
ચાંદીની સાથે સોનામાં પણ ૧,૦૦૦ રૂૌ. વધ્યા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,પપ,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,પ૬,૦૦૦ રૂા. થયા છે.
અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધના પગલે સોના અને ચાંદીના ભાવો ઘટતા હતા. જો કે ગઇકાલે ભાવો વધ્યા હતા.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
