<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

સિંધવ મીઠું ટાટા સોલ્‍ટ હિમાલયન ગુણવતાના માપદંડોમાં પૂર્ણ પુરવાર

રાજકોટ તા. ૩૧ : ભારતીય પરંપરામાં લાંબા સમયથી સિંધવ મીઠું અભિન્ન રીતે જોડાયેલું છે, જેના કુદરતી ગુણોની આયુર્વેદમાં પ્રશંસા કરવામાં આવી છે. હાલ જ્‍યારે લોકો પોતાની ખાણીપીણીની આદતોને લઈને વધારે જાગળત થઈ રહ્યાં છે, ત્‍યારે રોજિંદા ભોજનમાં સિંધવ મીઠું વધારે પ્રચલિત થઈ રહ્યું છે. ભારતનું નંબર ૧ સિંધવ મીઠું ટાટા સોલ્‍ટ હિમાલયન રોક ટાટા બ્રાન્‍ડના ભરોસા અને ગુણવત્તાની ખાતરી સાથે લોકોની આ પસંદગીનો સમન્‍વય કરે છે. આ પોટેશિયમ, કેલ્‍શિયમ અને મેગ્નેશિયમ જેવા કુદરતી ખનીજો ધરાવે છે, જે આ મીઠુંને વિશિષ્ટ ઓળખ આપે છે. સિંધવ મીઠું તેમાં ખનીજોને કારણે સ્‍વાભાવિક રીતે અલગ-અલગ રંગમાં મળે છે. જ્‍યારે તેને પાણીમાં દ્રાવ્‍ય કરવામાં આવે છે અને ફિલ્‍ટરમાંથી પસાર કરવામાં આવે છે, ત્‍યારે મીઠું સંપૂર્ણપણે ઓગળી જાય છે, તો અદ્રાવ્‍ય રંગીન કણો, કુદરતી ખનીજો ફિલ્‍ટરમાં રહી જાય છે. ટાટા સોલ્‍ટ હિમાલયન રોક સોલ્‍ટનું તાજેતરમાં પ્રયોગશાળામાં પરીક્ષણ થયું હતું, જેમાં આ મીઠું ગુણવત્તા અને સલામતીના લાગુ તમામ માપદંડોને પૂર્ણ કરે છે એની પુષ્ટિ થઈ છે, જેમાં કળત્રિમ ફૂડ કલરનો ઉપયોગ થતો નથી એની પણ પુષ્ટિ થઈ છે, જે ગ્રાહકોને ઉત્‍પાદનની શુદ્ધતાની ખાતરી આપે છે.

(2:20 PM IST)