તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Saturday, 24th October 2026
હોસ્પિટલોમાં સિંગલ યુઝ મેડિકલ ડિવાઇસ બીજીવાર વાપરી શકાશે નહીં
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આપ્યો નિર્દેશઃ દેશની તમામ હોસ્પિટલોમાં સિંગલ યૂઝ મેડિકલ ડિવાઇસ અને ડિસ્પોઝેબલના બીજીવાર ઉપયોગ પર રોક

નવી દિલ્હી તા.૨૪: દેશની તમામ હોસ્પિટલોમાં સિગલ યૂઝ મેડિકલ ડિવાઇસ અને ડિસ્પોઝેબલના બીજીવાર ઉપયોગ પર રોક લગાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસે આ બાબતે એક ઓર્ડર જાહેર કર્યો છે. આમાં સિગલ યૂઝ (એકવાર ઉપયોગમાં લેવાનાર) મેડિકલ ડિવાઇસને બીજીવાર સ્ટેરલાઇઝ કરીને યૂઝ ન કરવાની સલાહ આપવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ તરફથી જાહેર નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, આવું કરવાથી દર્દીના જીવ પર જોખમ ઊભું થઈ શકે છે અને સંક્રમણનું જોખમ વધી શકે છે.
આરોગ્ય સેવા મહાનિર્દેશાલયને એવી ફરિયાદો મળી હતી કે ઘણી હોસ્પિટલોમાં સિગલ યૂઝ મેડિકલ ડિવાઇસનો ઘણીવાર અલગ અલગ દર્દીઓ પર યૂઝ કરવામાં આવી રહ્યો છે, જે બીમારીના જોખમને વધારે છે. એવામાં દેશની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
સિગલ યૂઝ ડિવાઇસ માત્ર એક જ દર્દી પર એક જ વાર ઉપયોગ માટે બનાવવામાં આવે છે. તેના બીજી વાર ઉપયોગ માટે સ્વચ્છ કે સ્ટેરલાઇઝ કરી શકાતા નથી. એવામાં તમામ રાજ્યોના આરોગ્ય વિભાગો અને હોસ્પિટલોને એ સુનિヘતિ કરવાનું કહેવામાં આવ્યું છે કે, આ નિયમનું કડકાઈથી પાલન કરે. ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તમામ હોસ્પિટલોમાં આ મેડિકલ ડિવાઇસ પર લખવામાં આવેલા નિયમો અનુસાર જ તેનો ઉપયોગ કરવો જોઈએ. ભારત સરકારે Medical Devices Rules, ૨૦૧૭ અંતર્ગત સિગલ યૂઝ ડિવાઇસના બીજીવાર ઉપયોગ પર રોક લગાવી છે
સિગલ યૂઝ મેડિકલ ડિવાઇસ એટલે એવા મેડિકલ સાધનો જેનો માત્ર એક જ દર્દી કે એક પ્રોસીજરમાં ઉપયોગ કરવા માટે બનાવવામાં આવે છે. તેમાં સુઈ, સિરિઝ અને કેટલાક ડિસ્પોઝેબલ ડિવાઇસ હોય છે. તે સાફ કરીને બીજીવાર ઉપયોગ માટે બનેલા હોતા નથી. તેનો એક જ વાર ઉપયોગ કરી શકાય છે.
જો એકવાર ઉપયોગમાં લેવાયેલી સિરિઝનો બીજા કોઈ દર્દી પર ઉપયોગ કરવામાં આવે, તો સંક્રમિત લોહી દ્વારા બીમારી અન્ય દર્દીમાં ફેલાઈ શકે છે. જેમાં HIV, હેપેટાઇટિસ B અને હેપેટાઇટિસ C મુખ્ય છે
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
