તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
"સાહેબ, તમે તો કચરામાંથી કંચન બનાવી દીધું!" વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાની મહિલાઓ સાથેના સંવાદનો વીડિયો કર્યો શેર
બનાસકાંઠાની મુલાકાત બાદ PM ની X પોસ્ટ વાયરલ: પશુપાલક મહિલાએ કહ્યું - ગોવર્ધન યોજનાથી છાણ વેચી 5 લાખની વધારાની આવક થાય છે, મોદીએ નારીશક્તિના વખાણ કર્યા

બનાસકાંઠા તા.૩૧ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે 30 ઓક્ટોબરે બનાસકાંઠાની મુલાકાતે હતા. ભિલડી ખાતે 127 એકરમાં ફેલાયેલા ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC) ના લોકાર્પણ દરમિયાન તેમણે પશુપાલક મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
આ મુલાકાત બાદ PM મોદીએ આજે પોતાના X હેન્ડલ પર "Celebrating Narishakti" ટાઇટલ સાથે વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે - "This interaction in Banaskantha will make you very happy! It is amazing how agriculture, dairy and animal husbandry have furthered women empowerment."
વાયરલ વીડિયોમાં એક મહિલા પશુપાલક PM ને કહે છે કે કેન્દ્રની ગોવર્ધન યોજના તેમના માટે આશીર્વાદરૂપ બની છે. પહેલા માત્ર દૂધ વેચી કમાણી થતી હતી, હવે ગાય-ભેંસનું છાણ વેચીને પણ વર્ષે 5 લાખ રૂપિયા સુધીની વધારાની આવક થાય છે અને પૈસા સીધા બેંક ખાતામાં આવે છે.
ત્યારે જ બીજી મહિલાએ નિખાલસતાથી કહ્યું - *"સાહેબ, તમે તો કચરામાંથી કંચન બનાવી દીધું!"* આ સાંભળીને PM મોદી પણ ખડખડાટ હસી પડ્યા હતા.
આ જ કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ ગ્રુપ ફોટો વખતે "મોદી નહીં જાયેંગે" ના નારા પણ લગાવ્યા હતા, જેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે. PM એ આ પ્રસંગે 14,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને PM કિસાનની 19,000 કરોડની 24મી હપ્તાની કિસ્ત પણ જાહેર કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
