તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Sunday, 21st June 2026
અયોધ્યામાં રામ મંદિરના દાનમાં હેરાફેરીના આક્ષેપો વચ્ચે SIT નો પ્રારંભિક રિપોર્ટ હવે મુખ્યમંત્રી યોગીને સોંપાયો
શું આ રિપોર્ટમાં એવા તથ્યો છે જે જૂના વિવાદો પર પૂર્ણવિરામ મૂકશે? અયોધ્યા અને સમગ્ર દેશની નજર હવે સરકારના આગામી એક્શન પર છે.

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાનમાં થયેલી કથિત હેરાફેરીના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તપાસ પૂર્ણ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને પોતાની પ્રારંભિક તપાસ રિપોર્ટ સોંપી દીધી છે. હવે મુખ્યમંત્રી આ રિપોર્ટની સમીક્ષા કરશે અને ત્યારબાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. મંદિર ટ્રસ્ટની વિનંતી બાદ ગત 13 જૂનના રોજ રાજ્ય સરકારે આ ત્રણ સભ્યોની SIT ની રચના કરી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે અયોધ્યાને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મહંત નૃત્ય ગોપાલ દાની જન્મજયંતી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, "જ્યારે પણ ભારત સકારાત્મક દિશામાં આગળ વધે છે, ત્યારે કાવતરાખોરોની ઊંઘ ઉડી જાય છે. જે લોકોએ અગાઉ ભગવાન રામના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવ્યા હતા, તેઓ આજે રામ ભક્તિની વાતો કરી રહ્યા છે."
CM યોગી આદિત્યનાથે લોકોને 15 દિવસ સુધી ધીરજ રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, "અમે 500 વર્ષ રાહ જોઈ છે, તો શું આપણે 15 દિવસ રાહ ન જોઈ શકીએ? SIT ની તપાસ 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' કરી દેશે. જે કોઈ પણ આક્ષેપ કરે છે, તેણે SIT સમક્ષ પુરાવા રજૂ કરવા પડશે." મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે જો કોઈની પાસે પુરાવા હોય તો તે સાર્વજનિક કરવાને બદલે SIT ને સોંપવા જોઈએ.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
