<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

પરિવારના ૬ લોકોને નહેરમાં ફેંકયા : ત્રણના મોતઃ બે લાપતા

સુરતના બારડોલી નજીકની ઘટનાઃ આખા શ્રમજીવી પરિવારને જીવતા ફેંકી દેવાની ક્રુર ઘટનાથી ખળભળાટ : કિશોર બચી જતા ઘટના સામે આવીઃ પોલીસે ૪ આરોપીઓ સામે કેસ નોંધી ૮ ટીમો બનાવીઃ તપાસનો ધમધમાટઃ પીડિત પરિવાર મહારાષ્‍ટ્રનો શ્રમજીવી

સુરત, તા.૨૫: ગુજરાતના સુરતમાં એક સનસનાટીભર્યો કિસ્‍સો સામે આવ્‍યો છે, જ્‍યાં એક પરિવારના છ સભ્‍યોને નહેરમાં ફેંકી દેવામાં આવ્‍યા હતા. નહેરમાંથી માતા-પિતા સહિત ત્રણના મળતદેહ મળી આવ્‍યા હતા. ૧૩ વર્ષનો એક છોકરો બચી ગયો હતો, જ્‍યારે બે બાળકો હજુ પણ ગુમ છે. ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને, સુરત ગ્રામીણ પોલીસે હત્‍યાની શંકા હેઠળ તપાસ શરૂ કરી છે. આ મામલાની તપાસ કરવા, આરોપીઓની ધરપકડ કરવા અને બે ગુમ થયેલા બાળકોને શોધવા માટે આઠ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. હાલમાં, નહેરમાં પોલીસ તપાસ અને શોધ કામગીરી ચાલુ છે.

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીકથી પસાર થતી નહેર પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહારાષ્‍ટ્રના એક શ્રમજીવી પરિવારને અપહરણકાર ચાર શખ્‍સોએ કથિત રીતે નહેરના ઊંડા પાણીમાં ફેંકી દીધો હતો. આ ઘટનામાં માતા, પિતા અને એક યુવતીના મળતદેહ મળી આવ્‍યા છે, જ્‍યારે બે બાળકો હજુ લાપતા છે. ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા લાપતા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, મહારાષ્‍ટ્રના જલગાંવ નજીકના વતની અને એરંડોલ ખાતે આવેલી એક ફેક્‍ટરીમાં મજૂરીકામ કરતા પરિવારના સભ્‍યો સુરતમાં મજૂરીકામ માટે કારમાં નીકળ્‍યા હતા. દરમિયાન સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે અજાણી કારમાં આવેલા ચાર શખ્‍સોએ પરિવારના સભ્‍યોને નહેરના ઊંડા પાણીમાં ફેંકી દીધા હોવાનો આક્ષેપ છે.આ ઘટનામાં પરિવારના સભ્‍યો નહેરમાં ડૂબી ગયા હતા. જોકે, ૧૩ વર્ષના એક કિશોરનો ચમત્‍કારિક બચાવ થયો હતો. નહેરમાં ડૂબતી વખતે તેના હાથમાં એક પાઇપ આવી જતાં તેણે તેનો સહારો લીધો હતો અને જીવ બચાવીને નહેરની બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. ત્‍યારબાદ કિશોર નજીકની એક હોટેલ પાસે પહોંચ્‍યો હતો અને ત્‍યાં સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.

સુરત જિલ્લાના બારડોલી પંથકમાં એક શ્રમજીવી પરિવાર સાથે બનેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્‍તારમાં ખળભળાટ મચાવી દીધો છે. જલગાંવથી સુરત આવી રહેલા એક પરિવારને રસ્‍તામાં રોકીને ચાર શખ્‍સોએ હુમલો કર્યો હોવાનો અને ત્‍યારબાદ પરિવારના સભ્‍યોને ઉવા નહેરમાં ફેંકી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે. મહુવાના ડુંગરી નજીક નહેરમાંથી ત્રણ મળતદેહ મળી આવતાં મામલો વધુ ગંભીર બન્‍યો છે. મળતકોમાં નીતિન ઉર્ફે ભુરિયા અને કવિતા પાટીલની ઓળખ થઈ હોવાનું સામે આવ્‍યું છે. જ્‍યારે પરિવારના બે બાળકો હજુ પણ લાપતા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ શોધખોળ શરૂ કરી છે. સામૂહિક હત્‍યાની આશંકા વચ્‍ચે પોલીસની આઠ ટીમો તપાસમાં જોડાઈ છે.

જલગાંવથી સુરત આવી રહેલા પરિવારને રસ્‍તામાં રોકી હુમલાનો આક્ષેપઃ મળતી માહિતી અનુસાર, જલગાંવથી સુરત તરફ આવી રહેલા શ્રમજીવી પરિવારને રસ્‍તામાં રોકવામાં આવ્‍યો હતો. આ દરમિયાન ચાર શખ્‍સોએ પરિવાર પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ત્‍યારબાદ પરિવારના સભ્‍યોને ઉવા નહેરમાં ફેંકી દેવામાં આવ્‍યા હોવાની ફરિયાદ સામે આવી છે. આ મામલે ખંડીયો, આભો અને બંટી સહિત ચાર શખ્‍સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે, સમગ્ર ઘટનામાં આરોપીઓની ભૂમિકા અને હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

નહેરમાંથી ત્રણ મળતદેહ મળ્‍યા, બે બાળકો હજુ લાપતાઃ

આ ઘટનામાં મહુવાના ડુંગરી નજીક આવેલી નહેરમાંથી ત્રણ મળતદેહ મળી આવ્‍યા છે. મળતકો પૈકી નીતિન ઉર્ફે ભુરિયા અને કવિતા પાટીલની ઓળખ કરવામાં આવી છે. બીજી તરફ, પરિવારના બે બાળકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્‍યો નથી. નહેરમાં બાળકોની શોધખોળ માટે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સતત કામગીરી કરી રહી છે. બાળકોની શોધ માટે નહેરના અલગ-અલગ વિસ્‍તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરિવારના સભ્‍યોના મોત અને બાળકો લાપતા હોવાની ઘટનાને પગલે સ્‍થાનિક વિસ્‍તારમાં ચિંતાનો માહોલ છે.

૧૩ વર્ષીય કિશોર પાઈપ પકડીને બહાર નીકળતાં બચ્‍યોઃ સમગ્ર ઘટનામાં પરિવારનો ૧૩ વર્ષીય કિશોર નહેરમાં પડ્‍યા બાદ પાઈપ પકડીને બહાર નીકળી જતાં તેનો જીવ બચ્‍યો હતો. ત્‍યારબાદ તે નજીકની એક હોટલ સુધી પહોંચ્‍યો હતો અને ત્‍યાંથી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. કિશોર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસને ઘટનાની વિગતો જાણવા મળી હતી.

હત્‍યાની આશંકાએ પોલીસની ૮ ટીમો તપાસમાં જોડાઈ

ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્‍યો છે. ચાર શખ્‍સો સામે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ આરોપીઓને ઝડપી પાડવા માટે -યાસ કરી રહી છે. આ માટે પોલીસની આઠ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. બીજી તરફ, નહેરમાં લાપતા બે બાળકોની શોધખોળ પણ યથાવત્‌ છે. સામૂહિક હત્‍યાની આશંકા વચ્‍ચે પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને ઘટનાના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરવામાં આવી છે.(૨૩.૨૪)

(3:02 PM IST)