તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. સુરેશ જોશીપુરાએ દુબઇમાં વકતવ્ય આપ્યું

રાજકોટઃ દુબઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ભવ્ય આંતરરાષ્ટ્રીય ડર્મેટોલોજીસ્ટ કોન્સફરન્સ યોજાઇ હતી, ૧૧૪ દેશોમાંથી રપ હજાર ડર્મેટોલોજીસ્ટએ ભાગ લીધેલ હતો. ડો. જોશીપુરા (મો. ૭૭૭૮૦ ૧૯૨૭૦ અને એઇમ્સના ભૂ.પૂ. ફેકલ્ટી ડો. જય મોઢા દ્વારા તૈયાર કરવામાં આવેલ સંશોધન પેપરમાં જણાવ્યું છે કે આર્ટીફીશીયલ ઇન્ટેલીજીન્સ (AI) કયારેય ડર્મેટોલોજીસ્ટનું સ્થાન લઇ શકશે નહીં. પરંતુ ડર્મેટોલોજીસ્ટ પોતાના જ્ઞાન, અને અનુભવને લઇ AI ની મદદથી વધુ ચોકસાઇથી નિદાન સારવાર કરી શકશે તેમ યાદીમાં જણાવાયું છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
