News of Wednesday, 1st July 2026
પાછળની સીટમાં સૂઈ જા, કોઈને ખબર નહીં પડે
દિલ્હીમાં ચાલુ કારમાં યુવતી સાથે સંબંધ બાંધવાની કોશિશ, માંડ માંડ બચી : યુવતીનો આરોપ છે કે તેના પરિચિત યુવકે તેને મોમોઝ ખવડાવવાના બહાને ઘરેથી બહાર લઈ ગયો. ત્યાર બાદ તેને કારમાં બેસાડી સુમસામ વિસ્તાર તરફ ગાડી વાળી દીધી અને રસ્તામાં તેની સાથે યૌન સંબંધ બાંધવા માટે પ્રેશર બનાવતો રહ્યો

નવી દિલ્હી તા.૧: પૂર્વી દિલ્હીના મંડાવલી વિસ્તારમાં એક ૨૪ વર્ષીય યુવતી સાથે કથિત યૌન ઉત્પીડનનો મામલો સામે આવ્યો છે. યુવતીનો આરોપ છે કે તેના પરિચિત યુવકે તેને મોમોઝ ખવડાવવાના બહાને ઘરેથી બહાર લઈ ગયો. ત્યાર બાદ તેને કારમાં બેસાડી સુનસાન વિસ્તાર તરફ ગાડી વાળી દીધી અને રસ્તામાં તેની સાથે યૌન સંબંધ બાંધવા માટે પ્રેશર બનાવતો રહ્યો. યુવતીએ વિરોધ કર્યો, રડતી રહી અને ઘરે પાછી મૂકી જવા પર આજીજી કરતી રહી. પણ આરોપી સતત અશ્લીલ વાતો કરતો રહ્યો. જ્યારે યુવતીએ ચીસો પાડી અને કારની બારી પર હાથ પગ મારવાના શરૂ કરી દીધા, ત્યારે આરોપીએ તેને રસ્તાની વચ્ચે ઉતારી દીધી. જતી વખતે તેને જાનથી મારી નાખવાની અને જિદગી બરબાદ કરવાની ધમકી પણ આપી. પોલીસે કેસ નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, આરોપી વિકાસ તેનો પરિચિત હતો. તેના જણાવ્યા અનુસાર, ૨૯ મેના રોજ વિકાસ તેના રૂમ પર કપડાં બદલવા આવ્યો હતો. કપડાં બદલ્યા બાદ તેને મોમોઝ ખાવા માટે સાથે આવવા કહ્યું. બંને કારમાં બેસીને પાંડવ નગર પહોંચ્યા અને ત્યાં મોમોઝ ખાધા. ત્યાર બાદ બંને પાછા યુવતીના રૂમ પર આવી ગયા. યુવતીના જણાવ્યા અનુસાર, રૂમ પર પરત આવ્યા બાદ વિકાસે પોતાના કપડાં બદલી વાદળી રંગની ઓલા-ઉબરની યુનિફોર્મ પહેરી લીધી. જ્યારે તેણે વિકાસને ત્યાંથી જવા માટે કહ્યું તો તેણે ના પાડી દીધી. તેનાથી અસહજ થઈને યુવતી બહાનું બનાવી નજીકના પાર્કમાં જવા માટે રૂમની બહાર નીકળી ગઈ.
થોડી વાર બાદ તેણે વિકાસને ફોન કરી પૂછ્યું કે તે ક્યાં છે. ફરિયાદ અનુસાર, વિકાસે કહ્યું કે, તેની પાણીની બોટલ તેની પાસે છે અને તેને લેવા માટે નીચે આવે. જ્યારે યુવતી નીચે આવી તો વિકાસે કહ્યું કે તેને કારમાં સીએનજી ભરાવવા માટે જવાનું છે અને તે તેની સાથે આવે. યુવતીએ પોલીસને જણાવ્યું કે તેની સાથે જવાની તેણે ના પાડી દીધી. પણ વિકાસ તેના રૂમની ચાવી પોતાની સાથે લઈ ચૂક્યો હતો. ચાવી પાછી લેવા માટે તેને મજબૂરીમાં કારમાં બેસવું પડ્યું. ત્યાર બાદ બંને સીએનજી સ્ટેશન પહોંચ્યા, જ્યાં કારમાં ગેસ ભરાવ્યો.
પીડિતાનો આરોપ છે કે સીએનજી ભરાવ્યા બાદ આરોપી તેને ઘરે પરત મૂકવાની જગ્યાએ તેને સુનસાન વિસ્તાર તરફ લઈ ગયો. રસ્તામાં તેણે કારની અંદર અશ્લીલ વાતો કરવાની શરૂ કરી દીધી. તેણે યુવતીને ખરાબ રીતે ટચ કરી યૌન સંબંધ બાંધવા માટે પ્રેશર બનાવવા લાગ્યો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જ્યારે યુવતીએ તેનો વિરોધ કર્યો અને તેને તરત ઘરે મૂકી જવા કહ્યું તો આરોપીએ કથિત રીતે કહ્યું કે તેની સાથે બે મિનિટ વિતાવવામાં શું તકલીફ છે. તેણે વારંવાર યૌન સંબંધ બાંધવાની માગ કરી અને અશ્લીલ ટિપ્પણીઓ કરતો રહ્યો.
યુવતીએ પોલીસને જણાવ્યું કે, તે સતત રડતી રહી અને આરોપીને ઘરે મૂકી જવા કહેતી રહી. પણ આરોપી માન્યો નહીં. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેણે કહ્યું કે, તારે આ કરવાનું છે, કારણવગરના ડ્રામા કરી રહી છે. તેણે કથિત રીતે યુવતી સાથે કારની પાછલી સીટ પર સૂઈ જવા કહ્યું. પીડિતાના જણાવ્યા અનુસાર, તેણે ફરી વાર ના પાડી. તેમ છતાં આરોપીએ વાંધાજનક વાતો કહી. તેણે કથિત રીતે કહ્યું કે, જો યુવતી પહેલાથી કોઈ બીજા સાથે સંબંધમાં છે તો તેની સાથે બે મિનિટ વિતાવવામાં શું ફરક પડી જશે. તેણે એવું પણ કહ્યું કે, બધું જલદી ખતમ થઈ જશે અને પછી ઘરે મૂકી જઈશ.
યુવતીએ પોલીસને જણાવ્યું કે, તેણે આરોપીને કહ્યું કે, તે આવું કરવાની જગ્યાએ મરી જવાનું પસંદ કરશે. ફરિયાદ અનુસાર, તેના પર આરોપીએ કથિત જવાબ આપ્યો કે જો તે મરી જશે તો પણ તેને રૂમ સુધી લઈ જશે અને ત્યાં પણ તેની સાથે આવું જ કરશે. પોતાની સુરક્ષાને ખતરામાં જોઈ યુવતીએ કારની અંદર જોર જોરથી ચીસો પાડી. તેણે કારની બારી-દરવાજા પર હાથ પગ મારવાના શરૂ કરી દીધા. જેથી બહારના લોકોનું ધ્યાન તેના તરફ જાય. ફરિયાદ અનુસાર, યુવતીનો વિરોધ જોઈ આરોપીએ આખરે તેને કારમાંથી રસ્તા વચ્ચે ઉતારી દીધી.
પીડિતાનો આરોપ છે કે ત્યાંથી જતી વખતે આરોપીએ તેની જિદગી બરબાદ કરવા અને તેને જાનથી મારવાની ધમકી આપી હતી. યુવતીએ જણાવ્યું કે, ઘટનાની તરત બાદ તેણે ગોવિદ નામના એક વ્યક્તિને ફોન કરીને આખી કહાની જણાવી. જો કે તે સમયે ગોવિદ ગામડે હતો, એટલા માટે તેની મદદ માટે આવી શક્યો નહીં. ઘર પરત ફરતી વખતે રસ્તામાં તેની મુલાકાત એક પોલીસકર્મી સાથે થઈ. ફરિયાદ અનુસાર, તે એટલી ડરી ગઈ હતી કે તે સમયે આખી કહાની બતાવવાની હિમ્મત કરી શકી નહીં. પોલીસકર્મીએ તેના માટે એક ઓટો રિક્ષાની વ્યવસ્થા કરી, જેનાથી તે પોતાના ઘરે જઈ શકે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
