<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

....તો 30 દિવસમાં ઈન્ડેન,એચપી.અને ભારત ગેસ કનેક્શન બંધ થઈ જશે: 1 જુલાઈથી નવા નિયમ કડકપણે થશે લાગુ

ઈન્ડેન, HP અને ભારત ગેસના ગ્રાહકો પાસે 3 મહિનાનો સમય પૂરો: જાણો કયા-કયાં નિયમ LPG સિલિન્ડર સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફાર થયા

નવી દિલ્હી : આગામી 1લી જુલાઈથી LPG સિલિન્ડને લગતા નિયમોમાં વ્યાપક પ્રમાણમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તેને લીધે વર્તમાન ગ્રાહકોના કનેક્શન બંધ કરવામાં આવી શકે છે. આ એવા ગ્રાહકો છે કે જેમની પાસે વર્તમાન સમયમાં LPG સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે આપણે કયા-કયાં નિયમ LPG સિલિન્ડર સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફાર થયા છે તે અંગે માહિતી મેળવશું.

ગયા મહિને કેન્દ્ર સરકારે LPG રેગ્યુલેશન ઓફ સપ્લાઈ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એમેડમેન્ટ ઓર્ડર 2026ને ફરજિયાત લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમ પ્રમાણે વ્યક્તિ પાસે PNG કનેક્શન છે તેમનો ઈન્ડેન, HP અને ભારત ગેસ કનેક્શન 30 દિવસમાં બંધ થઈ જશે.

જો ગ્રાહક પોતે પોતાનુ LPG કનેક્શન બંધ કરે છે તો તેને કૂપન આપવામાં આવશે, જે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે LPG કનેક્શન મળશે.

ઈન્ડેન, HP અને ભારત ગેસના ગ્રાહકો પાસે 3 મહિનાનો સમય પૂરો થઈ રહ્યો છે.માર્ચમાં સરકારે કહ્યું હતું કે જે સ્થાનો પર PNG થી સંકળાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. જ્યારે તમામ LPG ગ્રાહકોને 3 મહિનાની અંદર PNG કનેક્શન લેવું પડશે. જો તેમ નથી કરતાં તો ત્યારની સ્થિતિમાં LPG કનેક્શન બંધ કરવામાં આવશે.

આ સંજોગોમાં તમારા વિસ્તારમાં PNG કનેક્શન છે તો જલ્દીથી જલદી સુવિધા લાભ ઉઠાવી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચમાં નિયત કરવામાં આવેલ ત્રણ મહિનાની ડેડલાઈન જૂન 2026માં પૂરા થઈ શકે છે.

સરકારે તમામ LPG કનેક્શન ધારકો માટે e-KYC ધારકો જરૂરી કરવામાં આવ્યા છે. તમામ LPG કનેક્શન ધારકોને 30 જૂન 2026 અગાઉ પોતાના E-KYCની પ્રક્રિયાને પૂરા કરી લેવાના છે. જો તે આવું નથી કરતાં તો આ સ્થિતિમાં તેનું કનેક્શન બંધ થઈ શકે છે. જેને લીધે મુશ્કેલીનો સામનો બુકિંગ સમયે કરવો પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈ-કેવાયસીની પ્રક્રિયાને પૂરી કરી લેવામાં આવી છે અને તેને કરવું ફરજિયાત નથી.

(10:37 PM IST)