તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Friday, 24th July 2026
સોશિયલ મીડિયા પર ટિપ્સ અને ગેરંટેડ રિટર્નના દાવા કરનારાઓથી ચેતતા રહો
યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા રોકાણકારોને શેરબજાર સંબંધિત ભલામણો આપવામાં આવે છે

મુંબઈ,તા.૨૪: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા શેરબજારની ટીપ્સ આપીને ગેરંટીવાળા નફાના વચનો આપનારાઓ અને ટ્રેડિગ એકાઉન્ટ સંચાલનની સેવાઓ આપવાનો દાવો કરનારાઓથી ચેતતા રહેવાની સૂચના નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ રોકાણકારોન માટે બહાર પાડી છે. આ પ્રકારના લોકોથી ચેતતા રહેવા અને તેમની જાલમાં ન ફસાઈ જવાય તે માટે સાવચેત રહેવા જણાવ્યું છે. છે. સિક્યોરિટીઝ બજારના નિયમો હેઠળ આવી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવતી નથી.
નેશનલ સ્ટોક એક્સચેન્જની એક એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે મોબાઇલ નંબર ૮૦૦૩૬૨૯૫૪૯ પરથી કાર્યરત એક વ્યક્તિ, યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા રોકાણકારોને શેરબજાર સંબંધિત ભલામણો આપવામાં આવે છે. રોકાણ પર નિヘતિ અથવા ગેરંટીવાળા નફાના વચનો પણ આપવામાં આવે છે તેમજ રોકાણકારોના ટ્રેડિગ એકાઉન્ટ સંભાળવાની સેવા પણ ઓફર કરવામાં આવે છે. આ ઓફર કરનારી વ્યક્તિઓની કે સંસ્થાઓની ચકાસણી કર્યા વિના તેની સાથે વ્યવહાર કરતી વખતે રોકાણકારોએ અત્યંત સાવચેતી રાખવી જોઈએ. બિશાલ નામની વ્યક્તિના નામ સાથે આ ચેતવણી આપવામાં આવી છે.
એક્સચેન્જે રોકાણકારોને એવી કોઈપણ યોજના અથવા પ્રોડક્ટમાં જોડાવા સામે ચેતવણી આપી છે, જે શેરબજારમાં સંકેતાત્મક કે નિヘતિ અથવા ગેરંટીવાળા નફાનું વચન આપે છે. કાયદા હેઠળ આવા દાવાઓ કરવા પર પ્રતિબંધ છે
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
