<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

બજારમાં વેંચાઈ રહ્યાં છે ઉંદરે કોતરેલા હોય તેવા મોજાઃ કિંમત આશ્‍ચર્ય પચાડે તેવી

આજના સમયમાં ‘લક્‍ઝરી ફેશન'ની વ્‍યાખ્‍યા સતત બદલાઈ રહી છે. પહેલાના જમાનામાં કપડાં ફાટી જાય તો તેને ફેંકી દેવામાં આવતા અથવા થીગડું મારવામાં આવતું, પરંતુ હવે ફાટેલા કપડાં પહેરવા એ સ્‍ટેટસ સિમ્‍બોલ બની ગયું છે

નવી દિલ્‍હી,તા.૧૧ફ ફેશન જગત અનોખા અને અજીબોગરીબ ટ્રેન્‍ડ્‍સથી ભરેલું છે. હવે એક નવો ટ્રેન્‍ડ સામે આવ્‍યો છે જે દરેકને હેરાન કરી રહ્યો છે. બજારમાં ફાટેલા મોજા વેચાઈ રહ્યા છે અને તેની કિમત એટલી ઊંચી છે કે, એક જોડી ખરીદવા માટે તમારે ૨ ગ્રામ સોના જેટલો ખર્ચ કરવો પડી શકે છે. હા, તમે સાચું વાંચ્‍યું. અમીર વર્ગના લોકો આ ફાટેલા મોજા ખૂબ જ શોખથી ખરીદી રહ્યા છે અને તેને પહેરીને પોતાની જાતને ટ્રેન્‍ડી અને સ્‍ટાઇલિશ બતાવી રહ્યા છે. આ પહેલા પણ માર્કેટમાં ફાટેલા ટી-શર્ટ, જેકેટ જેવા કપડાં ખૂબ વેચાયા છે. મોજાનો આ ટ્રેન્‍ડ કોઈ નવો નથી. લોકો આ ફાટેલા મોજા પાછળ એટલા પાગલ બન્‍યા છે કે, તેની કોઈપણ કિમત આપવા તૈયાર છે.

શું છે આ નવો ટ્રેન્‍ડ? લક્‍ઝરી બ્રાન્‍ડ્‍સે 'ડિસ્‍ટ્રેસ્‍ડ લુક'ને નવું રૂપ આપ્‍યું છે. પહેલા ફાટેલા જીન્‍સ, જૂની ટી-શર્ટ અને ઘસાયેલા (વોર્ન આઉટ) જેકેટ્‍સનો ક્રેઝ હતો, હવે તે ટ્રેન્‍ડ મોજા સુધી પહોંચી ગયો છે. આ મોજા જાણીજોઈને ફાડવામાં આવ્‍યા છે, જેમાં અલગ-અલગ ડિઝાઇન, કલર અને પેટર્ન આપવામાં આવી છે. કેટલાક મોજામાં કાણાં મોટા છે તો કેટલાકમાં નાના-નાના, કેટલાક પર ભરતકામ (એમ્‍બ્રોયડરી) અને કેટલાક પર સ્‍ટડ્‍સ લગાવવામાં આવ્‍યા છે.

આ મોજાની કિમત એટલી છે કે જેમાં તમે આરામથી ૨ ગ્રામ સોનું ખરીદી શકો છો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ 'ડિસ્‍ટ્રેસ્‍ડ મોજા' ની કિમત હજારો રૂપિયામાં છે. મધ્‍યમ વર્ગના લોકો જે મોજા ફાટી જાય ત્‍યારે તેને ફેંકી દે છે, તે જ પ્રકારના દેખાતા મોજા અમીરો હજારો રૂપિયા ખર્ચીને ખરીદી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ મોજાની તસવીરો જોઈને લોકો પૂછી રહ્યા છે કે, શું દુનિયામાં ફેશનનો અંત આવી ગયો છે?

એક પ્રખ્‍યાત લક્‍ઝરી બ્રાન્‍ડની એક જોડી ફાટેલા મોજાની કિમત ૧૫,૦૦૦થી ૪૦,૦૦૦ રૂપિયા સુધી જણાવવામાં આવી રહી છે. કેટલીક એક્‍સક્‍લુઝિવ ડિઝાઇન તો ૮૦,૦૦૦ રૂપિયાથી પણ વધુમાં વેચાઈ રહી છે. આટલી કિમતમાં તમે આરામથી ૨ ગ્રામ સોનું ખરીદી શકો છો. તેમ છતાં અમીર ગ્રાહકો આ મોજા ખરીદવા માટે લાઈનો લગાવી રહ્યા છે. જેમાં યુવા સેલિબ્રિટીઝ અને ઇન્‍ફલુએન્‍સર્સ સોશિયલ મીડિયા પર આ ફાટેલા મોજા પહેરીને પોસ્‍ટ કરી રહ્યા છે, જેનાથી ટ્રેન્‍ડ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

જોકે, આ પહેલીવાર નથી જ્‍યારે ફાટેલા-જૂના કપડાં ફેશન બનીને આવ્‍યા હોય. ૯૦ના દાયકામાં પણ 'ગ્રન્‍જ ફેશન'માં ફાટેલા કપડાંનો ક્રેઝ હતો. છેલ્‍લા કેટલાક વર્ષોમાં ફાટેલા જીન્‍સ, ઘૂંટણ પર કાણાંવાળા પેન્‍ટ અને જૂના જેકેટ્‍સ હાઈ ફેશન રેમ્‍પ પર જોવા મળ્‍યા છે. હવે મોજાએ આ લિસ્‍ટમાં નવું નામ ઉમેરી દીધું છે.

માર્કેટમાં કેવી રીતે ચાલી રહ્યો છે સેલ? મોટા-મોટા શોપિગ મોલ્‍સ અને ઓનલાઇન લક્‍ઝરી પ્‍લેટફોર્મ્‍સ પર આ ફાટેલા મોજા ઝડપથી વેચાઈ રહ્યા છે. કેટલીક બ્રાન્‍ડ્‍સે તો ખાસ કરીને 'પ્રીમિયમ ડિસ્‍ટ્રેસ્‍ડ સોક્‍સ' કલેક્‍શન લોન્‍ચ કરી દીધું છે. ખરીદદારોમાં મોટે ભાગે ૧૮થી ૩૫ વર્ષના યુવાનો છે જે સ્‍ટાઇલ અને યુનિકનેસ બતાવવા માંગે છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર આ ટ્રેન્‍ડને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકો તેને નકામો દેખાડો ગણાવીને મજાક ઉડાવી રહ્યા છે, તો કેટલાક તેને ક્રિએટિવ ફેશન માની રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલિગઃ જેવા આ મોજા ઓનલાઇન સ્‍ટોર્સ પર દેખાયા, કે તરત જ નેટીઝન્‍સે મજા લેવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્‍યું કે, 'મારી પાસે આવા ઘણા મોજા છે, શું હું પણ અમીર બની શકું છું? તો બીજાએ લખ્‍યું કે, હવે ફાટેલા કપડાં પહેરવા માટે પણ પૈસાદાર હોવું જરૂરી છે. લોકો આને 'ગરીબીનું પ્રદર્શન' ગણાવી રહ્યા છે જેનો ઉપયોગ અમીરો માત્ર શોખ માટે કરે છે

(10:50 AM IST)