<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ જેવા, જે વ્‍યવસ્‍થા ઉપર હુમલો કરે છેઃ સુપ્રીમ કોર્ટ

વકીલને કહ્યું આખી દુનિયા સીનિયર વકીલ બનવા લાયક હોઈ શકે છે પણ તમે તો નથી જ : ગાઈડલાઈન્‍સના અમલમાં વિલંબથી કોર્ટ નારાજ, હજારો બોગસ લોકો કાળા કોટ પહેરીને ફરે છે, CBI કંઈક કરેઃ CJI

નવી દિલ્‍હી,તા.૧૬: ચીફ જસ્‍ટિસ ઓફ ઈન્‍ડિયા (CII) સૂર્યકાંત દ્વારા કોર્ટોમાં કાળા કોટ પહેરીને ફરતા બોગસ લોકો સામે સવાલો ઉઠાવવામાં આવ્‍યા છે. દિલ્‍હી હાઈકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્‍સ લાગૂ કરવામાં વિલંબનાં સંદર્ભમાં તેમણે ઉપર મુજબ ટિપ્‍પણી કરી હતી. તેમણે કહ્યું કે કાળો કોટ પહેરીને ફરતા બોગસ લોકો સામે CBI એ કાર્યવાહી કરવી જોઈએ. સીજેઆઈ દ્વારા આ મુદ્દે કોર્ટની અવમાનના અરજી દાખલ કરનાર વકીલોને ફટકાર લગાવવામાં આવી હતી. સીજેઆઈએ કહ્યું કે કાળો કોટ પહેરીને હજારો બોગસ લોકો ફરી રહ્યા છે. જેમની ડીગ્રીઓ સામે શંકા છે. સીબીઆઈએ આ મામલે કંઈક કરવાની જરૂર છે. તેમણે વકીલોને પણ ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે લોકોને આ વાતનો ખ્‍યાલ હોવો જોઈએ કે તમે ફેસબુક પર કઈ ભાષામાં વાત કરો છો? આ વ્‍યવસાયમાં શિસ્‍ત શું છે તે મારે તમને લોકોને શીખવવું પડશે. આ દરમિયાન જસ્‍ટિસ જોયમાલ્‍યા બાગચીએ કહ્યું હતું કે સીનિયર એડવોકેટનો ટેગ કોઈ સ્‍ટેટસ સિમ્‍બોલ છે કે શું? શું તેને સજાવીને રાખવા માટે આપવામાં આવે છે? કે પછી ન્‍યાયતંત્રમાં તમારી ભાગીદારી માટે છે ? ભારતના મુખ્‍ય ન્‍યાયમૂર્તી સૂર્યકાંતે શુક્રવારે કેટલાક બેરોજગાર લોકો પર ટિપ્‍પણી કરતા કહ્યું હતું કે તેઓ કોકરોચ જેવા છે, જે આગળ જઈને મીડિયા, સોશિયલ મીડિયા અને આરટીઆઈ કાર્યકર્તા બની જાય છે અને પછી વ્‍યવસ્‍થા સામે સવાલ ઉઠાવવા લાગે છે. આ ટિપ્‍પણી એવા સમયે સામે આવી છે જ્‍યારે મુખ્‍ય ન્‍યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્‍યાયમૂર્તી જોંયમાલ્‍યા બાગચીની બેન્‍ચ એક વકીલની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં વકીલ સીનિયર વકીલનો દરજ્‍જો મેળવવા પ્રયાસ કરી રહ્યો હતો. કોર્ટે તે મુદ્દે ટિપ્‍પણી કરતા કહ્યું હતું કે સમાજમાં પહેલાથી જ કેટલાક એવા પરજીવી હાજર છે જે વ્‍યવસ્‍થા સામે સતત પ્રહાર કરે છે. બેન્‍ચે અરજદાર વકીલને કહ્યું હતું કે આખી દુનિયા સીનિયર વકીલ બનવાને લાયક હોઇ શકે છે પરંતુ ઓછામાં ઓછા તમે તો તેના માટે હકદાર નથી જ.સીજેઆઈએ સ્‍પષ્ટ રીતે ટિપ્‍પણી કરી હતી કે જો દિલ્‍હી હાઈકોર્ટ અરજદારને સીનિયર વકીલનું પદનામ આપે છે તો સુપ્રીમ કોર્ટ તેમના વ્‍યવસાયિક આચરણને જોતા તેને રદ કરી દેશે. સીજેઆઈએ ફેસબુક પર અરજદારે વાપરેલી ભાષાનો પણ ઉલ્‍લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સમાજમાં પહેલા જ એવા પરજીવી છે, જે સિસ્‍ટમ પર હુમલા કરે છે અને તમે તેમની સાથે હાથ મિલાવવા માગો છો? તેમણે કહ્યું હતું કે ઘણા યુવાનો કોકરોચ જેવા છે, જેમને ન તો નોકરી મળે છે અને ન તો વ્‍યવસાયમાં કોઈ સ્‍થાન. તેમાથી કેટલાક મીડિયામાં જતા રહે છે. કેટલાક સોશિયલ મીડિયા કાર્યકર્તા બની જાય છે અને કેટલાક આરટીઆઈ કાર્યકર્તા અને અન્‍ય કાર્યકર્તા બની જાય છે અને પછી તેઓ બધા પર હુમલા કરવા લાગે છે.

 સીજેઆઈકેમ ભડક્‍યા?

સુપ્રીમ કોર્ટમાં એક કોર્ટની અવમાનના અરજી દાખલ થઈ હતી જે અરજી દિલ્‍હી હાઈકોર્ટનાં સીનિયર એડવોકેટ બનવા માટે સુપ્રીમ કોર્ટના નિયમો લાગૂ કરવામાં વિલંબ સામે દાખલ કરાઈ હતી. વ્‍યક્‍તિગત રીતે દલીલ કરવા હાજર થયેલા વકીલે કોર્ટને કહ્યું હતું કે, તેઓ આ મુદ્દો કોર્ટમાં ત્રીજી વખત ઉઠાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોનું પાલન કરવામાં આવતું નથી.

(9:55 AM IST)