તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
‘‘સોમનાથ વર્તમાન'' ઇ-પત્રિકા અને ‘‘સ્વાભિમાન પર્વ'' વિશેષ પૂજા બુકિંગનો અમિતભાઇ શાહના હસ્તે શુભારંભ
શ્રી સોમનાથ મહાદેવના ભાવિકો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ર૯: ભારત સરકારના ગળહ અને સહકારીતા મંત્રી તથા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી માનનિય અમિતભાઈ શાહ સાહેબ આજે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં દર્શનાર્થે પધાર્યા હતા. શ્રદ્ધા, સ્વાભિમાન, અને સમર્પણના ત્રિવેણી સંગમ સમાન આ મુલાકાત દરમિયાન તેઓએ સજોડે મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આહ્વાહનના આધારે ટ્રસ્ટ દ્વારા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ - વિશેષ મહાપૂજા'નું આયોજન કરવામાં આવ્યું છે. અમિતભાઈ શાહના હસ્તે આ પૂજાના બુકિંગનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પૂજાના બુકિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, આ પુજા કરાવનાર યજમાનો, ભક્તો ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પરથી પુજા નોંધાવી પુજા નો લાભ લઇ શકશે. આ વિશેષ પૂજા ૧૧ મે, ૨૦૨૬ થી શરૂ થનાર છે. આ વિશેષ પૂજામાં પંચામળત, દૂધ, ધાન્ય અને પવિત્ર ગંગાજળથી મહાદેવનો મહાઅભિષેક,મહાદેવને ધોતી, ઉપવષા, રુદ્રાક્ષની માળા અને જનોઈ તેમજ માતા પાર્વતીને સાડી અને અખંડ શળંગાર અર્પણ કરવામાં આવશે. મહામળત્યુંજય મંત્રના જાપ, રાજભોગ-થાળ, અને દીપમાળા અર્પણ સહિત ટ્રસ્ટની ગૌશાળામાં નંદી અને ગૌ-પૂજન તેમજ તીર્થના સેવકોનું વિશેષ પૂજન અને બ્રાહ્મણ ભોજન પણ પૂજામાં સમાવિષ્ટ છે.
સનાતન જ્ઞાન અને ભારતીય સંસ્કળતિના ગૌરવશાળી વારસાને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવા માટે માનનિય અમિતભાઈ શાહે સોમનાથ ટ્રસ્ટની ત્રિમાસિક ઈ-પત્રિકા ૅસોમનાથ વર્તમાનૅ નું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દાર્શનિક નેતળત્વ હેઠળ તૈયાર થયેલી આ પત્રિકામાં વેદ-વેદાંગ અને પ્રાચીન ભારતીય જીવન દર્શનના જ્ઞાનસભર લેખોનો સમાવેશ કરવામાં આવશે. આ પત્રિકા વિશ્વભરના ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ તંળર્ઁીદ્દત્ર્.ંશ્વ પર નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી નવી પેઢીને પૌરાણિક જ્ઞાન સાથે જોડવાનો આ એક સ્તુત્ય પ્રયાસ છે. ગીર સોમનાથ જિલ્લામાં ક્ષય રોગ (ટીબી) નિવારણ અભિયાનને વેગ આપવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક સરાહનીય અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. આ ખાસ પ્રસંગે, ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓના સારા સ્વાસ્થ્ય અને ઝડપી રિકવરી માટે અમિતભાઈ શાહના હસ્તે વિશેષ પોષણક્ષમ કીટ (Nutritional Kits) નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના પરિવાર અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પુનિત અવસરમાં જોડાયા હતા.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
