તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
સોમનાથ મંદિર - BJP કાર્યાલય- CMને ફુંકી મારવાની ધમકી
ગુજરાતની શાંતિ ડહોળવા પ્રયાસઃ ઇમેલ મોકલી આપી ધમકીઃ સંવેદનશીલ સ્થળોને નિશાના પર લેવા ધમકી : ‘અસલામુ વાલેકુમ, અને અલ્લાહુ અકબર' લખીને અજાણ્યા શખ્સ દ્વારા આ મેઈલ કરવામાં આવ્યોઃ જેમાં કમલમ્, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સોમનાથ મંદિર, ખાનપુરમાં આવેલ ભાજપના કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : દેશવિરોધી નારાઓનો ઉલ્લેખઃ ધમકીભર્યા મેઇલના કારણે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ

નવી દિલ્હી, તા.૨૧: ગુજરાતમાં ફરી એકવાર મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ અને જાહેર સ્થળોને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતનાં મહત્વના સ્થળોએ ઈમેલ મોકલીને સોમનાથ મંદિર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય (શ્રી કમલમ), ખાનપુર સ્થિત કાર્યાલય, તમામ પોલીસકર્મીઓ અને ગુપ્તચર એજન્સી ‘રો' ને નિશાન બનાવવાની ચિંતાજનક ધમકી આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શંકાસ્પદ ઈમેલની શરૂઆતમાં ‘અસલામુ વાલેકુમ' અને ‘અલ્લાહુ અકબર' શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઈમેલમાં અલગ-અલગ મહત્ત્વપૂર્ણ લોકેશન પર અગાઉથી જ બોમ્બ પ્લાન્ટ કરી દેવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. પત્રમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર સાથે ‘હિન્દુસ્તાન મુર્દાબાદ', ‘BJP મુર્દાબાદ', ‘પાકિસ્તાન ઝિંદાબાદ' અને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ' જેવા નારા લખીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ધમકીભર્યો મેલ મળતાં જ ગુજરાત પોલીસ, બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ અને સ્થાનિક ક્રાઈમ બ્રાંચ સહિતની ગુપ્તચર એજન્સીઓ ત્વરિત એક્શન મોડમાં આવી ગઈ છે. સોમનાથ મંદિર સંકુલ, કોબા અને ખાનપુર ભાજપ કાર્યાલય સહિતના સંવેદનશીલ સ્થળો પર સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. હાલની સ્થિતિએ પોલીસ તપાસમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યો નથી, તેમ છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજ્યમાં અગાઉ પણ હાઈકોર્ટ અને શાળાઓને ટાર્ગેટ કરીને બોમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકીઓ મળી ચૂકી છે, જેમાં તપાસના અંતે કશું શંકાસ્પદ મળ્યું નહોતું. હાલ સાયબર ક્રાઈમ સેલની મદદથી આ ઈમેલ કયાંથી અને કયા IP એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો છે તેની ટેકનિકલ તપાસ ચાલી રહી છે. રાજ્યમાં અગાઉ પણ હાઈકોર્ટ અને શાળાઓને ટાર્ગેટ કરીને બોમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકીઓ મળી ચૂકી છે, જેમાં તપાસના અંતે કશું શંકાસ્પદ મળ્યું નહોતું. હાલ સાયબર ક્રાઈમ સેલની મદદથી આ ઈમેલ કયાંથી અને કયા IP એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો છે તેની ટેકનિકલ તપાસ ચાલી રહી છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
