<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

માના મૃત્‍યુ પછી શોકસભામાં દીકરાએ રાખ્‍યો લોન્‍ડા ડાન્‍સ

પરિવારજનો, ગ્રામજનો અને મહેમાનો બધા જ આ ડાન્‍સની મોજ માણવા લાગ્‍યા હતા

બેગુસરાય તા.૨: હિન્‍દુ ધર્મમાં મૃત્‍યુ પછી પરિવારજનો શ્રદ્ધાંજલિ કે શોકસભા રાખે છે જેથી પરિવારજનોના સંબંધીઓ ભેગા મળીને મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી શકે. જોકે બિહારના બેગુસરાય જિલ્‍લાના શિવનગર ગામમાં જાનકી દેવી નામનાં બહેનના મૃત્‍યુની શોકસભાનો માહોલ જોઈને ભલભલા ચોંકી ગયા હતા. ૧૯ મેએ માજી ગુજરી ગયાં હતાં અને ૩૦ મેએ તેમના બારમાના શ્રાદ્ધનું અને શ્રદ્ધાંજલિસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. એમાં જાનકી દેવીના પુત્ર પ્રતાપે માના શ્રાદ્ધકર્મના અવસરે પરંપરાગત ભજનમંડળી કે સાધુસંતો દ્વારા કીર્તન કરાવવાને બદલે ડાન્‍સર્સ આમંત્રિત કર્યા હતા. મંચ પર બાકાયદા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ લખેલું બેનર હતું અને એમાં સ્‍વર્ગીય જાનકી દેવીની તસવીર પણ હતી. કાર્યક્રમની શરૂઆત સામાન્‍ય શોકસભા જેવી જ થઈ હતી, પણ ધીમે-ધીમે રાત ઢળતી ગઈ એમ માહોલ બદલાતો ગયો. એ પછી જાણે લગ્નની પાર્ટી હોય એવી ધમાલ જોવા મળી. સ્‍ટેજ પર જોરજોરથી લાઉડસ્‍પીકર પર લોન્‍ડા ડાન્‍સ પર ઠૂમકા લાગ્‍યા હતા અને મોડી રાત સુધી ભોજપુરી ગીતો પર ડાન્‍સરોએ ડાન્‍સ કર્યો. નવાઈની વાત એ હતી કે પરિવારજનો, ગ્રામજનો અને મહેમાનો બધા જ આ ડાન્‍સની મોજ માણવા લાગ્‍યા હતા.(

(3:38 PM IST)