તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
સોનિયા ગાંધી તેમનાં વ્યક્તિગત અને રાજકીય જીવન પર સંસ્મરણો લખશે
બિલોન્ચિંગઃ અ જર્ની ઓફ લવ નામના આ સંસ્મરણો ૧૦ નવેમ્બરે પ્રકાશિત થશે

નવી દિલ્હી તા.૧૯: પોતાના વ્યક્તિગત જીવનનો જાહેર મંચ પર ભાગ્યે જ ઉલ્લેખ કરતાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી નવેમ્બરમાં પોતાના જીવનના સસ્મરણો પુસ્તક રૂપે રજૂ કરશે. આ સંસ્મરણોમાં તેઓ ભારતના સૌથી શક્તિશાળી રાજકીય પરિવારમાં લગ્ન કરવાથી લઈને, પતિ રાજીવ ગાંધીના મૃત્યુ, ૨૦૦૪માં વડાપ્રધાન બનવાની ઓફરનો અસ્વીકાર તથા રાજકારણ સહિતના ઘટનાક્રમોને આવરી લેશે. ‘બિલોન્ચિંગઃ અ જર્ની ઓફ લવ' નામના
આ સંસ્મરણો ૧૦ નવેમ્બરે પ્રકાશિત થશે. જેનું પ્રકાશન અમેરિકન કંપની પેન્ગવિન રેન્ડમ હાઉસના આલ્ફ્રેડ એ નોફ દ્વારા કરાશે. જોકે પેન્ગવિન રેન્ડમ હાઉસ ઈન્ડિયા દ્વારા ભારતમાં પુસ્તકના પ્રકાશનની તારીખની પુષ્ટી કરાઈ નથી. નોફની વેબસાઈટમાં જણાવ્યાં અનુસાર, પુસ્તકમાં સોનિયા ગાંધીના સંસ્મરણોની શરૂઆત ઈંગ્લેન્ડના કેમ્બ્રિજથી થાય છે. ૧૯૬૫માં કેમ્બ્રિજની ૧૯ વર્ષીય વિદ્યાર્થિની સોનિયા માઈનોને પ્રથમ નજરે જ રાજીવ ગાંધી સાથે પ્રેમ થઈ જાય છે, જેમની સાથે લગ્ન કરવાનું તેમના ભાગ્યમાં લખાયું હતું.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
