News of Tuesday, 10th November 2026
સોનિયા ગાંધીના નવા જીવનચરિત્રમાં ઋગ્વેદ અને ભગવદ્ ગીતાનો વિશેષ ઉલ્લેખ: હિન્દુ ગ્રંથો અંગે કર્યો ખુલાસો
કોંગ્રેસ નેતાએ તેમના પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ'માં પ્રાચીન ધાર્મિક ગ્રંથોના શ્લોકો અને પોતાના અધ્યાત્મિક અનુભવો વિશે સવિસ્તર વર્ણન કર્યું છે

નવી દિલ્હી : કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા જીવનચરિત્ર 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ' પુસ્તકમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો એવા ઋગ્વેદ અને ભગવદ્ ગીતાના મહત્વ તથા પોતાના અંગત અનુભવો વિશે રસપ્રદ ખુલાસા કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સોનિયા ગાંધીએ તેમના પુસ્તકની શરૂઆત ઋગ્વેદના દસમા મંડળના સંગઠન સૂક્તની પંક્તિઓથી કરી છે, જે માનવજાતને સાથે મળીને ચાલવાનો, એક સમાન વિચાર રાખવાનો અને હૃદયમાં સુમેળ જાળવવાનો દિવ્ય સંદેશ આપે છે.
પુસ્તકમાં જણાવ્યા મુજબ, યુનેસ્કો દ્વારા મેમોરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કરાયેલ ઋગ્વેદ માત્ર હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથો જ નથી, પરંતુ માનવ ઇતિહાસના અત્યંત પ્રાચીન અને સમૃદ્ધ સાહિત્યિક દસ્તાવેજોમાં સ્થાન ધરાવે છે.
આ ઉપરાંત, સોનિયા ગાંધીએ પુસ્તકમાં ભગવદ્ ગીતાના અભ્યાસ અંગે લખ્યું છે કે તેઓ પુખ્તાવસ્થાથી ખાસ ધાર્મિક ન હોવા છતાં તમામ ધર્મોનો આદર કરે છે, પરંતુ જીવનના એક તબક્કે તેમને ગીતા ફરીથી ઊંડાણપૂર્વક વાંચવાની પ્રબળ ઇચ્છા થઈ હતી.
પોતાની આ જિજ્ઞાસા સંતોષવા માટે તેમણે ડિસેમ્બર ૧૯૯૭થી જાન્યુઆરી ૧૯૯૮ દરમિયાન વિદ્વાન પ્રોફેસર વાચસ્પતિ ઉપાધ્યાય સાથે અનેક અભ્યાસ સત્રો યોજીને ગીતાનો દાર્શનિક અને આધ્યાત્મિક અર્થ ઊંડાણપૂર્વક સમજ્યો હતો.
તેમણે અનુભવ્યું કે ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને ફળની ચિંતા કર્યા વગર માત્ર પોતાના કર્તવ્યનું પાલન કરવાનો આપવામાં આવેલો સંદેશ તેમના જીવનના અનેક સવાલો અને શંકાઓનું નિરાકરણ લાવવામાં અત્યંત પ્રેરણારૂપ સાબિત થયો છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
