<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

સોરી ડિયર હસબન્‍ડ.... બાળકોનું ધ્‍યાન રાખજો!

બિજનૌરની મોનિકાનો દર્દનાક અંતઃ અંતિમ નોટમાં લખ્‍યું બ્‍લેકમેઈલિગનું સત્‍ય : ડિજીટલ એરેસ્‍ટ અને સતત બ્‍લેકમેઈંિગથી કંટાળીને ૨૮ વર્ષીય પરિણીતા મોનિકાએ આપઘાત કરી લીધો છે. આ દર્દનાક પગલું તેણે પોતાના લગ્નની એનિવર્સરીના એક દિવસ પહેલા જ ભર્યું હતું અને ૧૧ વર્ષના લગ્નજીવનનો અંત આણ્‍યો

બિજનૌર,તા.૧: યુપીના બિજનૌરમાં સાયબર ક્રાઈમ અને માનસિક ઉત્‍પીડનથી કંટાળીને પરિણીત મહિલા મોનિકાએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્‍યું છે. તેણે મોત પહેલા સ્‍યૂસાઈડ નોટમાં જે લખ્‍યુ છે તે કોઈને પણ રડાવી દે તેવું છે. આ કિસ્‍સો ફરીદપુર ભોગીનો છે. ૨૮ એપ્રિલના રોજ સવારે પોલીસને ઘટનાની જાણ થઈ હતી, તે પહેલા જ પરિવારે તેના અંતિમ સંસ્‍કાર કરી લીધા હતા. બાદમાં એક સ્‍યૂસાઈડ નોટ સામે આવી હતી, જેમાં એક યુવક દ્વારા હેરાન કરવાનો ઉલ્‍લેખ કરાયો હતો. પરિવારજનોએ સાયબર એંગલની આશંકા વ્‍યક્‍ત કરી છે. હાલ પોલીસે સ્‍યૂસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.

સ્‍યૂસાઈડ નોટમાં મોનિકાએ પોતાના માતાપિતા અને ભાઈઓથી માફી માંગી. તેણે પોતાના પતિ અને દીકરી માટે ભાવુક શબ્‍દો લખ્‍યા હતા. મોનિકાએ ડાયરીમાં એક યુવક દ્વારા લાંબા સમયથી તેને હેરાન કરવાના અને બ્‍લેકમેઈલિગ કરાયાનો ઉલ્‍લેખ કરાયો છે. તેણે પતિથી માફી માંગતા લખ્‍યુ કે, તે હવે તેમનાથી ખોટું બોલી શક્‍તી નથી. પરંતુ તે બહુ જ દબાણમાં હતી. સાથે જ બાળકોનું ધ્‍યાન રાખવાની વાત પણ કરી. તેણે કહ્યું કે, આરોપી તેને સતત ધમકી આપી રહ્યો હતો.

પરિવારજનોના અનુસાર, સાયબર આરોપીઓએ ડિજીટલ એરેસ્‍ટ કરીને મોનિકાને મરવા મજબૂર કરી હતી. તેને માનસિક રીતે હેરાન કરતા હતા. તેઓ ક્‍યારેક ક્રાઈમ બ્રાન્‍ચ તો ક્‍યારેક અન્‍ય અધિકારી બનીને કાર્યવાહી કરવાનો ડર આપતા હતા. અલગ અલગ નંબરોથી કોલ અને મેસેજ કરીને તેને ડરાવતા હતા. ઓડિયો મેસેજમાં પરિવાર તથા સંબંધીઓને નુકસાન કરવાની ધમકી પણ આપતા હતા.

આખી ઘટના ત્‍યારે સામે આવી જ્‍યારે મોનિકાના અંતિમ સંસ્‍કાર સમયે પણ તેના મોબાઈલ પર વીડિયો કોલ આવી રહ્યા હતા, ત્‍યારે આખરે ભેદ ઉકેલાયો હતો.

મોનિકાના પતિ રણધીરના જણાવ્‍યા અનુસાર, મોનિકા ગત કેટલાક દિવસોથી બહુ જ તણાવમાં હતી. તે પોતાની સમસ્‍યા કોઈને કહી શક્‍તી ન હતી. ઘટનાથી એક દિવસ પહેલા તે પોતાના ઘરથી પાંચ હજાર રૂપિયા લઈ આવી હતી. જે તેણે સાયબર કેફેના માધ્‍યમથી કોઈને મોકલ્‍યા હતા. આ રકમ કદાચ સાયબર આરોપીઓને મોકલવામાં આવી હતી.

પોલીસે આ સાયબર આરોપીઓની તપાસ શરૂ કરી છે. અધિકારીઓનું કહેવુ છે કે, સ્‍યૂસાઈડ નોટ અને મોબાઈલ ડેટાના અનુસાર પોલીસ તપાસ કરી રહી છે. એસપી અભિષેક ઝાએ પણ જણાવ્‍યું કે, અમે મોનિકાના ફોન પર આવતા નંબર ચેક કરીને આગળ તપાસ કરીશું.

(9:52 AM IST)