<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ અડધાથી વધુ હિન્દુસ્તાનને આવરી લીધું : આગામી બે દિવસમાં દિલ્હી-રાજસ્થાન ધમરોળશે

ગુજરાત, દમણ-દીવ અને ઉત્તર અરબી સમુદ્ર સહિત કાશ્મીરથી લદ્દાખ સુધી મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી : પોરબંદર અને વલ્લભ વિદ્યાનગરથી પસાર થતી મોન્સૂનની લાઇન આગામી કલાકોમાં વધુ આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો

નવી દિલ્હી : ૧ જુલાઈ ૨૦૨૬ના રોજ દેશના હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ પ્રમાણે, ચોમાસાની ધમકેદાર આગેકૂચના કારણે ઉત્તર અરબી સમુદ્રના બાકીના વિસ્તારો, સમગ્ર ગુજરાત તેમજ દીવ-દમણના પ્રદેશોમાં ચોમાસું સંપૂર્ણપણે બેસી ગયું છે. આ સાથે જ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારો, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના બાકીના પંથકો, સમગ્ર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ તેમજ પંજાબ અને હરિયાણાના ભાગોમાં પણ વર્ષાઋતુનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે.

 

હાલની સ્થિતિએ ચોમાસાની ઉત્તરીય સરહદ (NLM) ૨૨°N/૬૦°E, ૨૨°N/૬૫°E, પોરબંદર, વલ્લભ વિદ્યાનગર, શાજાપુર, નૌગાંવ, મિર્ઝાપુર, આઝમગઢ, અયોધ્યા, બુદૌન, મેરઠ, કરનાલ, ગુરદાસપુર અને ૩૨.૮°N/૭૩°E પરથી પસાર થઈ રહી છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન ચોમાસાને આગળ વધવા માટે પૂરતું જોર મળી રહેશે, જેના કારણે ગુજરાત, એમપી, યુપી, પંજાબ અને હરિયાણા-ચંદીગઢ-દિલ્હી સહિત રાજસ્થાનના બાકી રહેતા ભાગોમાં પણ મેઘરાજા ભારે વરસાદ સાથે ધમાકેદાર પ્રગતિ કરશે  તેવી પુરી સંભાવના સેવાય રહી છે.

(4:39 PM IST)