<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

એસપી વિજયસિહ ગુર્જર : રીલ લાઈફના નહીં રીયલ લાઈફ હીરો

૧૦૦ મંદિરોના દર્શનથી પણ વિશેષ પુણ્‍યનું કામ કર્યું છે : રાજકોટના એસપી વિજયસિહ ગુર્જરની કામગીરીને નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી : ખેડૂતોની રૂ. ૧૩૩ કરોડની જમીનો પરત અપાવનાર રાજકોટ ગ્રામ્‍ય પોલીસની ઐતિહાસિક કામગીરી : રેન્‍જ વડા નિર્લિપ્‍ત રાયના માર્ગદર્શન હેઠળ ભૂમાફિયાઓ સામે વિજયસિંહ ગુર્જરની આકરી કાર્યવાહી : ‘આ તો સિવિલ મેટર છે' કહી હાથ ઊંચા કરવાને બદલે ન્‍યાય અપાવવાનો માર્ગ અપનાવ્‍યો : અકિલાની મુલાકાતે આવેલા એસપીએ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્‍યો

રાજકોટ, તા. ૫ : ખેડૂતો માટે માતા સમાન ગણાતી જમીનો છેતરપિડીથી પડાવી લેવાના કથિત કૌભાંડનો પર્દાફાશ કરી રાજકોટ ગ્રામ્‍ય પોલીસે આશરે રૂ. ૧૩૩ કરોડની જમીનો ખેડૂતોને પરત અપાવવાની નોંધપાત્ર કામગીરી કરી છે. રાજકોટ રેન્‍જના વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા પોલીસવડા વિજયસિહ ગુર્જરે હાથ ધરેલી આ ઐતિહાસિક કાર્યવાહીને નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ બિરદાવી છે. અકિલાના આંગણે આવેલા એસપી વિજયસિહ ગુર્જરે ખેડૂતોની વ્‍યથા, જમીન પડાવવાની કથિત મોડસ ઓપરેન્‍ડી, પોલીસની ભૂમિકા અને આ સમગ્ર કામગીરી પાછળ રહેલા માનવીય અભિગમ અંગે અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા અને તંત્રી અજિતભાઈ ગણાત્રા સમક્ષ વિગતવાર વાત કરી હતી.

પોલીસની કામગીરી માત્ર ગુના નોંધવા, આરોપીઓને પકડવા કે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા પૂરતી મર્યાદિત નથી. સામાન્‍ય નાગરિક અન્‍યાયનો ભોગ બને ત્‍યારે તેને ન્‍યાય અપાવવાની જવાબદારી પણ પોલીસની છે. રાજકોટ ગ્રામ્‍ય પોલીસે ખેડૂતોની કરોડો રૂપિયાની જમીનો પડાવી લેવાના કથિત કૌભાંડમાં હાથ ધરેલી કાર્યવાહી આ અભિગમનું નોંધપાત્ર ઉદાહરણ બની છે.

રાજકોટ, મોરબી અને જામનગર જિલ્‍લાના ખેડૂતોને નિશાન બનાવી તેમની જમીનો પડાવી લેવાના કથિત કાવતરામાં પોલીસે કાર્યવાહી કરીને આશરે રૂ. ૧૩૩ કરોડની જમીનો ખેડૂતોને પરત અપાવવાનું મહત્‍વપૂર્ણ કાર્ય કર્યું છે. રાજકોટ રેન્‍જના વડા અને વરિષ્ઠ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્‍લાના પોલીસવડા વિજયસિહ ગુર્જરે આ કામગીરી પાર પાડી છે.

આ કામગીરીની નોંધ રાજ્‍ય સરકારના ઉચ્‍ચ સ્‍તરે પણ લેવામાં આવી છે. નાયબ મુખ્‍યમંત્રી અને ગૃહ વિભાગનો સ્‍વતંત્ર હવાલો સંભાળતા શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટ આવીને પોલીસ અધિકારીઓની કામગીરીને જાહેરમાં બિરદાવી હતી.

હર્ષભાઈએ એસપી વિજયસિહ ગુર્જરની પ્રશંસા કરતાં જણાવ્‍યું હતું કે, ૧૦૦ મંદિરોના દર્શનથી જે પુણ્‍ય ન મળે, તેનાથી પણ વિશેષ પુણ્‍ય ગરીબ ખેડૂતોની જમીનો પરત અપાવવાના આ કાર્યથી મળશે. તેમણે આ સમગ્ર કામગીરીમાં મહત્‍વપૂર્ણ માર્ગદર્શન આપનારા રાજકોટ રેન્‍જના વડા નિર્લિપ્ત રાયની ભૂમિકાની પણ સરાહના કરી હતી.

નાયબ મુખ્‍યમંત્રીના આ શબ્‍દો માત્ર એક પોલીસ અધિકારીની પ્રશંસા પૂરતા નહોતા, પરંતુ વર્ષોથી અન્‍યાયનો સામનો કરતા ખેડૂતોને તેમની જમીનો પરત અપાવવા માટે થયેલી કામગીરીની કદર સમાન હતા.

આ સમગ્ર ઘટનાક્રમને પગલે ચર્ચામાં આવેલા રાજકોટ જિલ્‍લાના પોલીસવડા વિજયસિહ ગુર્જરે તાજેતરમાં અકિલાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા અને તંત્રી અજિતભાઈ ગણાત્રા સાથેની લંબાણભરી વાતચીતમાં તેમણે ખેડૂતોની જમીનો પડાવવાના કથિત કૌભાંડથી માંડીને પોલીસની કાર્યવાહી સુધીની વિગતો રજૂ કરી હતી.

વિજયસિહ ગુર્જરે જણાવ્‍યું હતું કે, ખેડૂત માટે જમીન માત્ર સંપત્તિ કે આવકનું સાધન નથી, પરંતુ તેની લાગણી, પરિશ્રમ, પરિવારના ભવિષ્‍ય અને પેઢીઓની મહેનત સાથે જોડાયેલી અમૂલ્‍ય ધરોહર છે. ખેડૂત પોતાની જમીનને માતા સમાન માને છે. હકીકતમાં દરેક વ્‍યક્‍તિ માટે પોતાની જમીનનું વિશેષ મહત્‍વ હોય છે.

આવી જમીન કોઈ છેતરપિડી કરીને પડાવી લે ત્‍યારે તેની અસર માત્ર આર્થિક નુકસાન પૂરતી રહેતી નથી. સમગ્ર પરિવારનું જીવન અસ્‍તવ્‍યસ્‍ત થઈ જાય છે. જમીન પરત મેળવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડે અને છતાં ન્‍યાય ન મળે ત્‍યારે ભોગ બનનારની સ્‍થિતિ અત્‍યંત દયનીય બની જાય છે.

વિજયસિહ ગુર્જરના જણાવ્‍યા મુજબ, આવા સંજોગોમાં પીડિત ખેડૂતો પોલીસ સમક્ષ પોતાની વ્‍યથા લઈને આવે ત્‍યારે માત્ર ‘આ તો સિવિલ મેટર છે' તેમ કહી હાથ ઊંચા કરી દેવાનું તેમને યોગ્‍ય લાગ્‍યું નહોતું.

જમીન અંગેના દરેક વિવાદને ફોજદારી ગુનો ગણી શકાય નહીં, પરંતુ જ્‍યાં છેતરપિડી અને ગુનાહિત કાવતરાના તત્ત્વો સામે આવે ત્‍યાં પોલીસની કાયદેસરની કાર્યવાહી જરૂરી બની જાય છે. આ બાબતમાં રાજકોટ રેન્‍જના વડા નિર્લિપ્ત રાયનો અભિગમ પણ સ્‍પષ્ટ હતો.

તેમણે સમગ્ર હકીકત અંગે રેન્‍જ વડાને માહિતગાર કર્યા બાદ માર્ગદર્શન મેળવ્‍યું હતું. નિર્લિપ્ત રાયે કાયદાકીય પાસાઓને ધ્‍યાનમાં રાખીને આગળ વધવા માર્ગદર્શન અને જરૂરી સહયોગ આપ્‍યો હતો. ત્‍યારબાદ ખેડૂતોને ન્‍યાય અપાવવાની દિશામાં પોલીસની કાર્યવાહી આગળ વધી હતી.

લોન આપવાની લાલચ, સાટાખત અને વેચાણ દસ્‍તાવેજના નામે જમીનો પડાવવાનું કથિત કાવતર્રું

પોલીસ સમક્ષ આવેલી વિગતો મુજબ, રાજકોટના અલ્‍પેશ દોંગા અને તેના સાગરિતોએ ખેડૂતોની જમીનો પડાવી લેવા માટે સુનિયોજિત કાવતરું રચ્‍યું હોવાનો આરોપ છે.

આ કથિત કૌભાંડમાં સૌથી પહેલાં એવા ખેડૂતોને શોધવામાં આવતા હતા, જેમને આર્થિક જરૂરિયાત હોય અને પોતાની જમીનના આધારે લોન મેળવવાની ઇચ્‍છા હોય.

આ માટે અલ્‍પેશ દોંગાએ એક કોલ સેન્‍ટર શરૂ કર્યું હોવાનું સામે આવ્‍યું હતું. કોલ સેન્‍ટરમાં કામ કરતી યુવતીઓ દ્વારા ખેડૂતોને ટેલિફોન કરવામાં આવતા હતા. ખેડૂતોને તેમની જમીનના સાત-બારના ઉતારાના આધારે લોન મળી શકશે તેવી વાત કરી આકર્ષવામાં આવતા હતા.

જે ખેડૂતોને ખરેખર નાણાંની જરૂરિયાત હોય તેમને વધુ વાતચીત માટે અલ્‍પેશ દોંગાની ઓફિસે રૂબરૂ બોલાવવામાં આવતા હતા.

અહીંથી સમગ્ર કથિત કાવતરાની શરૂઆત થતી હતી.

આરોપ મુજબ, લોન મેળવવા આવેલા ખેડૂતોનો વિશ્વાસ સંપાદિત કર્યા બાદ ધિરાણની રકમ સામે સિક્‍યુરિટી તરીકે જમીનના સાટાખત અથવા વેચાણ દસ્‍તાવેજ કરાવવામાં આવતા હતા.

ખેડૂતોને આપવામાં આવતી લોનની રકમ ચેક મારફત ચૂકવવામાં આવતી હતી. આ નાણાં અલ્‍પેશ દોંગા અન્‍ય સાગરિતો પાસેથી મેળવતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્‍યું હતું.

આ રીતે ખેડૂતોને વ્‍યાજે નાણાં ધીરવા અને તેની સામે જમીનના દસ્‍તાવેજ કરાવી લેવાની પદ્ધતિ અપનાવવામાં આવતી હોવાનો આરોપ છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર આ કથિત કાવતરામાં મુખ્‍યત્‍વે રાજકોટ, મોરબી અને જામનગર જિલ્‍લાના ખેડૂતોને નિશાન બનાવવામાં આવ્‍યા હતા. અનેક ખેડૂતોની કરોડો રૂપિયાની જમીનો આવી રીતે પડાવી લેવામાં આવી હોવાની વિગતો તપાસમાં સામે આવી હતી.

આખરે ભોગ બનેલા એક ખેડૂતે પડધરી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સમગ્ર કથિત કૌભાંડના પર્દાફાશ માટે મહત્‍વપૂર્ણ સાબિત થઈ.

ફરિયાદની વિગતો રાજકોટ ગ્રામ્‍ય પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ સુધી પહોંચતાં મામલાની ગંભીરતા સામે આવી હતી. જમીનના સાટાખત, વેચાણ દસ્‍તાવેજો અને નાણાકીય વ્‍યવહારો સાથે સંકળાયેલો આ મામલો અત્‍યંત જાટિલ હતો.

એસપી વિજયસિહ ગુર્જરના જણાવ્‍યા મુજબ, આ વિગતો તેમની સમક્ષ આવી ત્‍યારે તેઓ પણ થોડો સમય સ્‍તબ્‍ધ થઈ ગયા હતા. સમગ્ર પ્રશ્ન માત્ર જમીનના સામાન્‍ય વિવાદનો નહીં, પરંતુ ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવીને તેમની મૂલ્‍યવાન જમીનો પડાવી લેવાના કથિત વ્‍યવસ્‍થિત કાવતરાનો હોવાનું જણાતું હતું.

તેમણે આ અંગે રાજકોટ રેન્‍જના વડા નિર્લિપ્ત રાયનો સંપર્ક કર્યો હતો. રેન્‍જ વડાએ સમગ્ર મામલો સમજ્‍યા બાદ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું અને કાયદા મુજબ કાર્યવાહી આગળ વધારવા લીલીઝંડી આપી હતી.

ત્‍યારબાદ પોલીસ દ્વારા સંબંધિત આરોપીઓ સામે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ખેડૂતોની જમીનો પરત અપાવવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી.

આ કાર્યવાહીના પરિણામે આશરે રૂ. ૧૩૩ કરોડની જમીનો ખેડૂતોને પરત અપાવવાનો મહત્‍વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસ માટે આ કામગીરી એક મહત્‍વપૂર્ણ સફળતા હતી, પરંતુ જે પરિવારો પોતાની જમીન ગુમાવવાની પીડામાંથી પસાર થઈ રહ્યા હતા, તેમના માટે તે મોટી રાહત બની હતી.

દિવાળી પહેલાં જમીનો પરત મળતાં અનેક ખેડૂતોના પરિવારોમાં ઉત્‍સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. તેમની માટે આ પ્રસંગ ખરેખર દિવાળી પહેલાં દિવાળી આવ્‍યા સમાન હતો.

વિજયસિહ ગુર્જરે આ સફળતાનો શ્રેય માત્ર પોતાને આપવાને બદલે રેન્‍જ વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને પોલીસ ટીમના સંયુક્‍ત પ્રયાસોને આપ્‍યો હતો.

તેમના જણાવ્‍યા મુજબ, કોઈ પણ જાટિલ પ્રશ્નમાં અધિકારીઓ વચ્‍ચે યોગ્‍ય સંકલન, કાયદાકીય સમજ અને માનવીય સંવેદના સાથે કામ કરવામાં આવે તો પીડિતોને અસરકારક રાહત આપી શકાય છે.

ખેડૂતોની જમીનો પરત અપાવવાની આ કામગીરીને રાજ્‍યમાં એક મહત્‍વપૂર્ણ અને વિશિષ્ટ પોલીસ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ તેને ગુજરાતના ઇતિહાસની નોંધપાત્ર કામગીરી ગણાવી પ્રશંસા કરી હતી.

આ ઘટનાએ એ બાબત પણ ઉજાગર કરી છે કે પોલીસતંત્ર પીડિતોની રજૂઆતને સંવેદનશીલતાથી સાંભળે અને કાયદાની મર્યાદામાં રહીને લ્લઢતાપૂર્વક કાર્યવાહી કરે તો સામાન્‍ય નાગરિકનો પોલીસ પ્રત્‍યેનો વિશ્વાસ વધુ મજબૂત બની શકે છે.

ફિલ્‍મોના પડદા પર અન્‍યાય સામે લડતા નાયકોની અનેક કથાઓ જોવા મળે છે. પરંતુ વાસ્‍તવિક જીવનમાં કોઈ અધિકારી પોતાના અધિકારક્ષેત્રમાં રહીને પીડિતોને ન્‍યાય અપાવવા અસરકારક ભૂમિકા ભજવે ત્‍યારે તેની કામગીરી વિશેષ મહત્‍વ ધરાવે છે.

રાજકોટ જિલ્‍લા પોલીસવડા વિજયસિહ ગુર્જરની આ કામગીરીએ ‘રીલ લાઇફ'ના નહીં, પરંતુ ‘રિયલ લાઇફ'ના હીરોની ચર્ચાને નવું પરિમાણ આપ્‍યું છે.

રાજકોટઃ ૧૩૦ કરોડની ગરીબ ખેડૂતોની જમીન પરત અપાવી ઇતિહાસ સર્જનાર અને રાતોરાત લોકોના હીરો બની જનાર રાજકોટ રૂરલ જિલ્લા પોલિસવડા વિજયસિંહ ગુર્જર અકિલાને આંગણે આવેલ.  તેઓએ અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી અજિતભાઈ ગણાત્રા સાથે ઐતિહાસિક ઘટનાની ભીતરી કથા જેવી મનની વાત, સહીત રાજકોટ ગ્રામય પોલિસ દ્વારા રેન્‍જ વડા નિર્લીપ્‍ત રાયના માર્ગદર્શનમાં ચાલતી લોક ઉપયોગી કાર્ય અંગે વિચાર વિમર્શ કરેલ. અકિલાના જન્‍મથી, નવા જુના મશીન, નામકારણ અંગેની વિગતો ખુબ રસપુર્વક જાણી, સ્‍વદેશી નીતિની પ્રસંશા કરેલ. મુલાકાત સમયે અકિલા પરિવારના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ ગણાત્રા પણ ઉપસ્‍થિત રહેલ (તસ્‍વીરો અભિજીત બગથરિયા)

આત્‍મહત્‍યા નિવારણ માટે રાજકોટ ગ્રામ્‍ય પોલીસનું ‘પ્રેરણા'

અભિયાન : માનસિક તણાવ સામે સંવેદનશીલ પ્રયાસ

વરિષ્‍ઠ આઈપીએસ અનુપમસિંહ ગેહલોતના માનવીય અભિગમમાંથી પ્રેરણા મળી : નિર્લિપ્‍ત રાયના માર્ગદર્શન હેઠળ ઘરે-ઘરે કાઉન્‍સેલિગ : ૮૦૦ લોકો સુધી પહોંચેલી પોલીસની ટીમ

રાજકોટ : રાજકોટ ગ્રામ્‍ય પોલીસ દ્વારા ખેડૂતોની જમીનો પરત અપાવવાની કામગીરી ઉપરાંત માનસિક તણાવ અને આત્‍મહત્‍યા નિવારણના ક્ષેત્રમાં પણ એક મહત્‍વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.

જિલ્‍લા પોલીસવડા વિજયસિહ ગુર્જરના જણાવ્‍યા મુજબ, રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારમાં આત્‍મહત્‍યાનું પ્રમાણ રાજ્‍યના સરેરાશ પ્રમાણ કરતાં લગભગ ત્રણ ગણું વધુ હોવાનું ધ્‍યાનમાં આવતાં આ ગંભીર સામાજિક પ્રશ્નના નિવારણ માટે વિશેષ પ્રયાસ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી.

આ માટે રાજકોટ રેન્‍જના વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ તા. ૧૭ મે, ૨૦૨૫થી ‘પ્રેરણા' અભિયાન શરૂ કરવામાં આવ્‍યું હતું.

વિજયસિહ ગુર્જરે જણાવ્‍યું હતું કે, લોકોને માનસિક તણાવ અને નિરાશામાંથી બહાર લાવવા તથા અકાળે જીવન ટૂંકાવતા અટકાવવા માટે આવી પહેલ કરવાની પ્રેરણા તેમને માનવીય અભિગમ ધરાવતા વરિષ્‍ઠ આઈપીએસ અધિકારી અનુપમસિહ ગેહલોત પાસેથી મળી હતી.

આ અભિયાન હેઠળ રાજકોટ ગ્રામ્‍ય પોલીસની ‘શી' ટીમ દ્વારા આશરે ૮૦૦ લોકોનો ઘરે-ઘરે સંપર્ક કરી કાઉન્‍સેલિગ કરવામાં આવ્‍યું હતું. માનસિક તણાવ, હતાશા અને આત્‍મહત્‍યાના વિચારો સામે ઝઝૂમતી વ્‍યક્‍તિઓને માર્ગદર્શન અને માનસિક સહારો આપવાના પ્રયાસો કરવામાં આવ્‍યા હતા.

પોલીસના અહેવાલમાં જણાવ્‍યા મુજબ, અભિયાનના એક મૂલ્‍યાંકનમાં ડિપ્રેશન સંબંધિત પ્રમાણમાં ૫૩.૨૫ % અને આત્‍મહત્‍યાના કુલ કેસોમાં ૩૦% ઘટાડો નોંધાયો હતો.

અભિયાનના અન્‍ય પરિણામલક્ષી આંકડામાં માનસિક સ્‍વાસ્‍થ્‍યના વિવિધ માપદંડોમાં પણ સુધારો દર્શાવવામાં આવ્‍યો છે.

‘પ્રેરણા' અભિયાનના ઉત્‍કૃષ્ટ પરિણામો

મૂલ્‍યાંકનનો માપદંડ    નોંધાયેલ પરિણામ

ડિપ્રેશનમાં ઘટાડો       ૬૩.૨૫ ટકા

આત્‍મહત્‍યાની વૃત્તિમાં ઘટાડો  ૨૬.૨૭ ટકા

માનસિક તણાવમાં ઘટાડો     ૨૪.૦૯ ટકા

સમગ્ર માનસિક સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો    ૯.૩૩ ટકા

આત્‍મહત્‍યા સંબંધિત નોંધાયેલા વ્‍યવસાયવાર આંકડા

વ્‍યવસાય            સંખ્‍યા

ઔદ્યોગિક મજૂર વર્ગ ૮૧

ગૃહિણીઓ            ૩૬

ખેડૂતો                ૨૦

વેપારીઓ            ૧૯

ખેતમજૂરો            ૧૪

વિદ્યાર્થીઓ           ૦૮

સરકારી કર્મચારીઓ   ૦૭

જાતિ આધારિત આંકડાકીય વિગતો

વર્ગ         સંખ્‍યા     પ્રમાણ

પુરુષ       ૨૯૨      ૬૧ ટકા

ષાી       ૧૮૫      ૩૯ ટકા

કુલ ૪૭૭   ૧૦૦ ટકા

પોલીસના જણાવ્‍યા મુજબ, આ અભિયાનનો મૂળ હેતુ આત્‍મહત્‍યાના બનાવો અટકાવવા સાથે મુશ્‍કેલ પરિસ્‍થિતિમાંથી પસાર થઈ રહેલા લોકોને સમયસર મદદ અને માર્ગદર્શન પહોંચાડવાનો છે.

આ માટે જરૂરિયાતમંદ લોકો હેલ્‍પલાઇન નંબર ૯૯૭૪૩ ૨૦૧૦૦ અથવા પોલીસ ઇમરજન્‍સી નંબર ૧૧૨ ઉપર સંપર્ક કરી શકે છે.

 

ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ ગ્રામ્‍યની

સમગ્ર પોલીસ વ્‍યવસ્‍થાને આઈએસઓ પ્રમાણપત્ર

૨૪ પોલીસ સ્‍ટેશન, કચેરીઓ અને એકમોમાં એકસરખી કાર્યપદ્ધતિ : ફરિયાદ નોંધવાથી જૂના રેકોર્ડ શોધવા સુધીની કામગીરી સરળ અને ઝડપી : શાપર ખાતે હર્ષ સંઘવીએ પ્રમાણપત્ર એનાયત કર્યુ

રાજકોટ : રાજકોટ ગ્રામ્‍ય પોલીસે વહીવટી વ્‍યવસ્‍થાને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સુવ્‍યવસ્‍થિત બનાવવા માટે પણ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

રાજ્‍યમાં પ્રથમ વખત કોઈ જિલ્‍લાના સમગ્ર પોલીસ માળખાને આઈએસઓ ૯૦૦૧ :૨૦૧૫ ગુણવત્તા વ્‍યવસ્‍થાપન પ્રમાણપત્ર મળ્‍યું હોવાનું રાજકોટ ગ્રામ્‍ય પોલીસ દ્વારા જણાવાયું છે.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્‍લાના કુલ ૨૪ પોલીસ સ્‍ટેશન, કચેરીઓ અને વિવિધ એકમોને આવરી લેતી આ વ્‍યવસ્‍થાને આઈએસઓ પ્રમાણપત્ર મળ્‍યું છે.

શાપર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.

આ સિદ્ધિ પાછળ પોલીસની રોજિદી વહીવટી કામગીરીમાં કરવામાં આવેલા વ્‍યવસ્‍થિત ફેરફારો મહત્‍વપૂર્ણ રહ્યા છે.

અગાઉ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા, વિવિધ રજિસ્‍ટરોની જાળવણી, જૂના દસ્‍તાવેજો શોધવા અને જરૂરી રેકોર્ડ મેળવવા જેવી કામગીરીમાં નોંધપાત્ર સમય પસાર થતો હતો.

હવે આ તમામ કામગીરી માટે નિર્ધારિત સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિગ પ્રોસિજર એટલે કે એસઓપી, ચોક્કસ ફોર્મેટ અને વ્‍યવસ્‍થિત ફાઇલિગ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.

પરિણામે ફરિયાદ નોંધવાથી માંડીને દસ્‍તાવેજોની ચકાસણી, નોંધણી, રેકોર્ડની જાળવણી અને જરૂરી ફાઇલો ફરી મેળવવાની કામગીરી વધુ સરળ અને ઝડપી બની છે.

અગાઉ જૂનો દસ્‍તાવેજ શોધવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. નવી વ્‍યવસ્‍થામાં જરૂરી દસ્‍તાવેજ થોડી જ મિનિટોમાં ઉપલબ્‍ધ થઈ શકે તેવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે.

આ ફેરફારોથી વહીવટી ભૂલો ઘટાડવામાં, સમય બચાવવામાં અને પોલીસ તપાસને વધુ ઝડપથી આગળ વધારવામાં મદદ મળી રહી હોવાનું જિલ્‍લા પોલીસનું કહેવું છે.

જિલ્‍લા પોલીસવડા વિજયસિહ ગુર્જરે હાથ ધરેલા આ વહીવટી સુધારાઓને પોલીસતંત્રના આધુનિકીકરણની દિશામાં મહત્‍વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે.

જમીન કૌભાંડમાં ખેડૂતોને ન્‍યાય અપાવવાની કામગીરી હોય, આત્‍મહત્‍યા નિવારણ માટેનું ‘પ્રેરણા' અભિયાન હોય કે પછી પોલીસની આંતરિક કામગીરીને સુવ્‍યવસ્‍થિત બનાવવાનો પ્રયાસ હોય, રાજકોટ ગ્રામ્‍ય પોલીસની આ વિવિધ પહેલોએ કાયદાના અમલની સાથે માનવીય અભિગમ અને કાર્યક્ષમતાનું પણ મહત્‍વ ઉજાગર કર્યું છે. 

(11:49 AM IST)