તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાયું લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતેનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
‘કાન માર્કેટ સ્ક્રીનિંગ'માં પ્રીમિયર થનારી અને ૧૦૦ કરોડથી વધુ કમાણી કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે

પેરિસ,તા.૧૫: ફ્રાન્સમાં યોજાઈ રહેલા પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી સિનેમાએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. અહીં ઍક્ટ્રેસ અને પ્રોડ્યુસર માનસી પારેખ પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે'ના સ્ક્રીનિગ માટે ફ્રાન્સ પહોંચી છે. આ ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલના મહત્ત્વના આયોજન ‘કાન માર્કેટ સ્ક્રીનિગ'માં પ્રીમિયર થનારી અને ૧૦૦ કરોડથી વધુ કમાણી કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે. આ વૈશ્વિક મંચ પર માનસી પારેખ સાથે ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા તેમ જ પોડકાસ્ટર જય થડેશ્વર જોવા મળ્યા હતા. જયે કાન ફેસ્ટિવલમાં અભિનેત્રી-પ્રોડ્યુસર માનસી પારેખ અને અંકિત સખિયાની ફિલ્મ ‘લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે' ની ટીમને સપોર્ટ કરવા અને પ્રાદેશિક સિનેમાના વૈશ્વિક પ્રમોશન માટે હાજરી આપી હતી.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
