News of Wednesday, 25th November 2026
સ્વજનોએ અવગણ્યા બાદ વૃદ્ધાશ્રમમાં મળ્યા જીવનસાથીઃ લગ્નગ્રંથિથી જોડાશે
બિલાસપુરમાં ૭૫ વર્ષના કન્હૈયા અને ૬૩ વર્ષના સબિનાની પ્રેમ કહાની : દયોલી વૃદ્ધાશ્રમમાં સબીના અને ૭૫ વર્ષના કન્હૈયા ૨૫મી નવેમ્બરે લગ્ન-બંધનથી જોડાશે બંનેએ એકલતા, સંઘર્ષભર્યા જીવન-મધ્યે એક-બીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યા

બિલાસપુર તા.૨૫: એક ષીને તેના પોતાના જ સ્વજનોએ ઘરની બહાર કાઢી મૂકી હતી, તો બીજી વ્યક્તિ આ અનિヘતિ જીવનયાત્રા દરમિયાન પોતાના પ્રિયજનોથી અળગી થયા બાદ નિરાધાર થઈ ગઈ હતી. જીવનની કઠોર થપાટો સહન કરતાં કરતાં આ બંને વ્યક્તિઓ અલગ અલગ માર્ગે - એક વૃદ્ધાશ્રમમાં આવીને મળ્યા, જ્યાં તેમની મુલાકાતે તેમના જીવનને નવી જ દિશા આપી! એકલતાના આ સમયમાં ૬૩ વર્ષના સબીના અને ૭૫ વર્ષના કન્હૈયા લાલ હવે જીવનસાથી બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. ૨૫મી નવેમ્બરે તેઓ લગ્નગ્રંથિથી જોડાશે અને પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરશે.
બિલાસપુર જિલ્લાના ઘાઘસ વિસ્તારમાં આવેલા દાયોલી ખાતેના અપના ઘર વૃદ્ધાશ્રમમાં બે વડીલો લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યા છે, આ આશ્રમમાં આવી આ પ્રથમ કહાની છે. મૂળ કોલકાતાના રહેવાસી ૬૩ વર્ષીય સબીના અને મંડી જિલ્લાના જંજૈહલી વિસ્તારના થુનાગ ગામના રહેવાસી ૭૫ વર્ષીય કન્હૈયા લાલે હવે પછીનું જીવન એકબીજાના સહવાસમાં નિર્ણય છે. આ દંપતી આવતા બુધવારે સૌપ્રથમ બિલાસપુર કોર્ટમાં તેમના લગ્નની નોંધણી કરાવશે. ત્યારબાદ, વૃદ્ધાશ્રમમાં હિન્દુ રીત-રિવાજો અનુસાર લગ્નવિધિ સંપન્ન થશે. જીવનની કપરી પરિસ્થિતિઓનો સામનો કરી ચૂકેલા આ બે વડીલો માટે, વૃદ્ધાશ્રમ આશીર્વાદરૂપ આશ્રયસ્થાન બન્યું જ્યાં તેમને એકબીજાના રૂપમાં જીવનસાથી પ્રાપ્ત થયાં.
વૃદ્ધાશ્રમના અનુસાર, મંડી જિલ્લાના જંજૈહલી વિસ્તારના થુનાગ ગામના વતની કન્હૈયા લાલની જિદગીમાં પણ એક સમયે પરિવાર અને પોતાના ગામની દુનિયા હતી. તેઓ ખેતીવાડી કરીને પોતાનો જીવન નિર્વાહ કરતાં હતા, તેમની પત્નીનું લાંબી બીમારીને લીધે અવસાન થયું અને તેમના કોઈ સંતાનો હતા નહીં. તેમણે પોતાની જમીન પણ ભાઈઓને નામ કરી દીધી હતી. તેમ છતાં પાછળથી તેમના ભાઈઓએ તેમણે ઘરમાંથી કાઢી મૂક્યા. પોતાના સ્વજનો તરફથી મળેલા આ આઘાતે તેમણે અંદરથી તોડી નાખ્યા. ઘરેથી કાઢી મુકાયા બાદ તેમની માનસિક સ્થિતિ ઉપર પણ અસર પડી અને તેઓ જંગલમાં એક ગુફામાં રહેવા લાગ્યા. જિદગીના આ કપરા સમયમાં વર્ષ ૨૦૨૨માં તેમને બિલાસપુર લાવવામાં આવ્યા. આ પછીથી તેઓ અપના ઘર વૃદ્ધાશ્રમ દયોલીમાં રહે છે. લગભગ ચાર વર્ષથી આ જ આશ્રમ તેમનું ઘર બન્યો છે.
બીજી તરફ કોલકાતાના રહેવાસી ૬૩ વર્ષીય સબીનાની જિદગીની સફર પણ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ. તેઓ ફરવા માટે શિમલા નીકળ્યા હતા, પરંતુ યાત્રા કરતાં મશોબરા પહોંચી. ત્યાં રસ્તો ભૂલી ગયા અને માનસિક સ્થિતિ ઠીક નહીં હોવાને લીધે પોલીસે તેમને રેસ્ક્યૂ કરીને નારી નિકેતન મશોબરા પહોંચાડ્યા. લગભગ ચાર વર્ષ સુધી મશોબરામાં જ રહ્યા. એ પછી વર્ષ ૨૦૨૫માં તેઓને બિલાસપૂર જિલ્લાના દયોલી સ્થિત અપના ઘર વૃદ્ધાશ્રમમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા.
અહીં આવ્યા પછી તેમના જીવનમાં પણ પરિવર્તન આવ્યું. જે આશ્રમમાં તેમને રહેવા માટે સુરક્ષિત ઠેકાણું મળ્યું, ત્યાં જ તેમની મુલાકાત કન્હૈયા લાલ સાથે થઈ.
વૃદ્ધાશ્રમમાં સાથે રહેતા રહેતા બંને વચ્ચે ધીમે ધીમે પોતાના પણું વધ્યું. બંને એક-બજાન કામમાં મદદ કરતાં હતાં અને જરૂર પડ્યે એક-બીજાનો આશરો પણ બનતાં. એટલુંજ નહીં, બંને એક-બીજાના સ્વાસ્થ્યનું પણ બરાબર ધ્યાન રાખતાં. જીવનમાં એકલતા અને સ્વજનો તરફથી મળેલા દૂઃખ વેઠી ચૂકેલા આ બંને વડીલોને એક-બીજાનો સાથ ગમવા લાગ્યો. સમયાંતરે આ નિકટતા એક સુંદર સંબંધમાં બદલાઈ ગઈ. બંને વચ્ચે એવો તાંતણો બંધાયો કે તેઓએ હવે જિદગીની બચેલી યાત્રાને પણ એક-બીજા સાથે વિતાવવાની ઈચ્છા જાહેર કરી દીધી.
આશ્રમમાં બંને વચ્ચે વધતી નિકટતા અને લગાવ અને એક બીજા માટેનું પોતાનાપણું જોઈને અપના ઘર વૃદ્ધાશ્રમ, દયોલીના સ્થાપક એડવોકેટ પ્રકાશ બંસલે બંને સાથે વાતચીત કરી. તેમણે આ વડીલોની ભાવના અને ભવિષ્યની ઇચ્છાઓને સમજવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન બંને એ એક-બીજા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. એ પછી આશ્રમ મેનેજમેન્ટે પણ તેમના આ નિર્ણયનું સન્માન કર્યું અને તેમના લગ્ન કરાવવાની તૈયારી શરૂ કરી દીધી. હવે ૨૫ નવેમ્બર, બુધવારે તેઓ પહેલા બિલાસપુર ન્યાયાલયમાં લગ્ન કરશે.
વૃદ્ધાશ્રમમાં બંને વડીલો લગ્ન બંધનમાં બંધાશે. ૨૫ નવેમ્બરે બંને વડીલોના લગ્ન કરાવવામાં આવશે, એ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. લગ્ન પહેલા બિલાસપુર ન્યાયાલયમાં આમના લગ્ન થશે, એ પછી, હિન્દુ રીતિ-રિવાજ મુજબ તેમના લગ્ન થશે. - પ્રકાશ બંસલ, અપના ઘર વૃદ્ધાશ્રમ દયોલી, સ્થાપક
કોર્ટમાં લગ્ન બાદ, દયોલી સ્થિત વૃધ્ધાશ્રમમાં હિન્દુ રીતિ-રિવાજો અનુસાર લગ્નની વિધિઓ પૂરી કરવામાં આવશે. આ રીતે બંને એક-બીજાને જીવનસાથી સ્વરૂપે સ્વીકાર કરીને નવી જિદગી શરૂ કરશે. આ સાથે જ, લગ્ન બાદ સબીના અને કન્હૈયા લાલને દયોલીથી નાલાગઢ સ્થિત નવા વૃદ્ધાશ્રમમાં સ્થળાંતરીત કરવામાં આવશે. અપના ઘર વૃદ્ધાશ્રમન સંસ્થાપક એડવોકેટ પ્રકાશ બંસલે જણાવ્યું કે નાલાગઢમાં એક નવો વૃદ્ધાશ્રમ પણ ખોલવામાં આવ્યો છે. લગ્ન બાદ આ જોડકાંને ત્યાં મોકલવામાં આવશે. જ્યાં બંને એક સાથે રહીને પોતાના જીવનની નવી શરૂઆત કરશે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
