<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

સપાનો ધમાકોઃ યુપીથી રામ ગોપાલ યાદવ અને ધનરાજ પરિમલ નથવાણીને મોકલશે રાજય સભામાં: ઉમેદવારી પત્રો ભરવાની તૈયારી

લખનૌ તા.૩૦: સંસદના ઉપલા ગૃહ (રાજ્‍યસભા) ની આગામી ચૂંટણીઓ પૂર્વે દેશના રાજકારણમાં એક અત્‍યંત ચોંકાવનારો મોટો વળાંક આવ્‍યો છે. રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ટોચના એક્‍ઝિક્‍યુટિવ અને કોર્પોરેટ લીડર ધનરાજ નથવાણી ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટી (SP) ના મેન્‍ડેટ પર રાજ્‍યસભા માટે ઉમેદવારી નોંધાવશે, તેવા અહેવાલોથી રાજકીય ગરમાવો આવી ગયો છે.

સમાજવાદી પાર્ટીએ રાજ્‍યસભા ચૂંટણી માટે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉત્તર પ્રદેશમાં ૧૦ રાજ્‍યસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. સમાજવાદી પાર્ટીએ આજે તેના બે ઉમેદવારોના નામ જાહેર કર્યા. રામગોપાલ યાદવ અને ધનરાજ પરિમલ નથવાણીને રાજ્‍યસભા માટે નામાંકિત કરવામાં આવ્‍યા છે. સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા પોસ્‍ટમાં જાહેરાત કરી હતી કે બંને ઉમેદવારો, રામગોપાલ યાદવ અને ધનરાજ પરિમલ નથવાણી, આજે તેમના નામાંકન દાખલ કરશે

(10:40 AM IST)