હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ITના સર્વેમાં આપેલું સ્ટેટમેન્ટ હવે કરદાતા ફેરવી શકશે નહીં
કરદાતાએ હવે સોગંદનામા પર સ્ટેટમેન્ટ આપવું પડશે : એકાઉન્ટની વિગતો બીજે હોવાનું જણાવે તો તે સ્થળે આવકવેરા અધિકારી સર્વે કરી શકશે અને ડેટા પણ જપ્ત કરી શકશે

નવી દિલ્હી,તા.૧૩: આવકવેરાના સરવે હેઠળ આવરી લેવામાં આવેલા પક્ષકારે આવકવેરાના અધિકારીઓને આપેલા સ્ટેટમેન્ટમાંથી હવે પીછેહઠ કરી શકશે નહિ. ભૂતકાળમાં સ્ટેટમન્ટ આપ્યા પછી દબાણ હેઠળ સ્ટેટમેન્ટ લેવાયું હોવાનું જણાવીને ફરી જતાં હતા તે હવે શક્ય બનશે નહિ. આવકવેરા ધારા ૨૦૨૫ની કલમ ૨૫૩માં કરવામાં આવેલી જોગવાઈને પરિણામે આવકવેરા અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સરવે હેઠળની પાર્ટીઓએ પણ આવકવેરા અધિકારીઓને સોગંદનામા પર સ્ટેટમેન્ટ આપવું પડશે. તેથી તેઓ દબાણ હેઠળ સ્ટેટમેન્ટ લીધું હોવાનું જણાવીને સ્ટેટમેન્ટ હેઠળ ફરી જઈ શકશે નહિ.
પહેલા માત્ર આવકવેરા કચેરીએ પાડેલા દરોડાના કેસોમાં સોંગદનામા પર સ્ટેટમેન્ટ લેવાતા હતા. હવે સરવે પછીના સ્ટેટમેન્ટ પણ સોગંદનામા પર લેવામાં આવશે. હવે સરવેના કેસોમાં પણ નવી જોગવાઈ લાગુ કરવામાં આવી છે. આ જોગવાઈ ટીડીએસના સરવે તથા ચેરિટેબલ ટ્રસ્ટ પરના સરવે માટે પણ લાગુ પડશે.
આવકવેરાના નવા કાયદા હેઠળની પ્રસ્તુત જોગવાઈ ટીડીએસ-કરકપાતના સરવે કે પછી ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ પર કરવામાં આવેલા સરવે માટે પણ લાગુ કરવામાં આવશે.આવકવેરાના જાણકારોનું કહેવું છે કે નવો કાયદો અમલમાં આવ્યો તે પહેલા આવરવેરાના જૂના કાયદાની કલમ ૧૩૩-એ કરદાતાઓની ઓફિસના કરવામાં આવેલા સરવેને અંતે સોગંદનામા પર સ્ટેટમેન્ટ લેવાની કોઈ જ જોગવાઈ નહોતી. આ સ્ટટમેન્ટનો આવકવેરાના દરેક પ્રકારના કેસ માટે પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે.
આવકવેરા અધિકારીઓને છૂટ મળતી નહોતી. આવકવેરાના જૂના કાયદા હેઠળ કલમ ૧૩૩-એ હેઠળ લવામાં આવેલા સ્ટેટમેન્ટનું કોઈ જ મૂલ્ય નહોતું. સરવે દરમિયાન કરદાતાના ઘરે જવાની પણ હવે કરદાતાના એકાઉન્ટની વિગતો મળે તો તેની ઓફિસનો સરવે પણ તેની સાથે જ કરી શકાશે. સરવે દિવસના સમયમાંજ કરી શકાશે. રાત્રિના સમયમાં કરી શકાશે નહિ.
નવા કાયદા હેઠળ આ જોગવાઈ દાખલ કરવામાં આવી છે. આવકવેરા અધિકરીઓ સરવે વખતે કરદાતાના એકાઉન્ટ વિશે પૂછે અને તે એકાઉન્ટની વિગતો બીજે પડી હોવાનું જણાવે તો તે સ્થળનો સરવે કરવાનો પણ આવકવેરા અધિકારીઓને હક્ક મળી જશે. તેમ જ એકાઉન્ટન્ટ પાસે કે તેની ઓફિસમાંથી મળેલા ડેટા પણ જપ્ત કરી શકશે. તેમ જ એકાઉન્ટન્ટની ઓફિસના ડેટા જપ્ત કરી શકશે. એકાઉન્ટન્ટનો પાસપોર્ટ પણ જપ્ત કરી શકશે.
બીજું, સરવે દરમિયાન કરદાતાએ હાથમાંની રોકડ અંગે આપેલી માહિતી કરતાં વધુ રોકડ મળી આવે તો તે અંગે તેની પાસેથી સ્ટેટમેન્ટ લેવામાં આવે છે.હવે સોગંદનામા પર સ્ટેટમેન્ટ લેવામાં આવતા હોવાથી કરદાતા તેમાંથી પીછેહઠ કરી શકશે નહિ. નવા કાયદામાં કરવામાં આવેલી જોગવાઈટીડીએસ-કરકપાત અને ચેરિટેબલ ટ્રસ્ટ પરના સરવેને માટે પણ ' લાગુ પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
