<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

સંઘ થી સંસદ સુધી નરેન્દ્રભાઇ મોદીની રાજકીય યાત્રાના ૪૫ વર્ષનો આંકડાકીય હિસાબઃ કાર્યકરથી વડાપ્રધાન સુધી રાજકીય સફરનાં નિર્ણાયક પડાવ

‘સંઘના કાર્યકર થી સત્તા ના શિખર સુધી આંકડાના આયનામાં નરેન્‍દ્ર મોદી ની અવિરત રાજકીય સફર' : નેરન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિન નિમીતે વિશેષ અહેવાલ : ‘‘ગુજરાત થી દિલ્‍હી સુધી નરેન્‍દ્રભાઇ મોદીની રાજકીય ઉડાન, આંકડા બતાવે છે આખી કહાની, ૧૯૮૦ ના દાયકા માં ગુજરાત ભાજપ માં સંગઠન કાર, ૧૯૯૦ માં મળી રાષ્ટ્રીય સ્‍તરે ઓળખ, ૧૯૯૫ માં મળી ભાજપ માં રાષ્ટ્રીય જવાબદારી, ૧૯૯૮માં ભાજપ ના રાષ્ટ્રીય મહાસચિવ ભૂમિકામાં, ૭ ઓક્‍ટોબર ૨૦૦૧ ના રોજ બન્‍યા ગુજરાત ના મુખ્‍યમંત્રી, ફેબ્રુઆરી ૨૦૦૨ માં નરેન્‍દ્રભાઇ મોદી ની પ્રથમ ચૂંટણી, ડિસેમ્‍બર ૨૦૦૨ પ્રથમ વિધાનસભા ચૂંટણી અને ભાજપની મોટી જીત, ૨૦૧૩ માં ગુજરાત નાનુ લગતા દિલ્‍હી તરફ પ્રયાણ, ૨૦૧૪ માં આવી ઐતિહાસિક લોકસભા ચૂંટણી, ૨૬ મે ૨૦૧૪ ના રોજ બન્‍યા પ્રથમ વખત વડાપ્રધાન , ૩૦ મે ૨૦૧૯ ના રોજ બન્‍યા બીજી વખત વડાપ્રધાન ૯ જૂન ૨૦૨૪ ના રોજ હેટ્રિક ફટકારી બન્‍યા ત્રીજી વખત વડાપ્રધાન, અને હવે ચોથી ઇનિંગ રમવા તૈયાર

 (જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ   વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીભાઇ ના જન્‍મ દિન વેળા એ તેમની રાજકીય યાત્રા ની ઝલક જોઈએ તો કોઈ ફિલ્‍મી સ્‍ટોરી ની જેમ જણાય છે, સંઘ ના કાર્યકર થી લઈ ને સંગઠન માં અને સંગઠન માં થી સત્તા માં, મુખ્‍યમંત્રી અને ત્‍યાર બાદ વડાપ્રધાન સુધી ની સફર રસપ્રદ રહી છે, પડકાર ને જવાબ આપી, અગ્નિપરીક્ષા પસાર કરી સતત એક પછી એક પડાવો પાર કરી આગળ ધપતા જ રહ્યા.

 નરેન્‍દ્રભાઇ મોદી ની રાજકીય સફર ભારતીય રાજકારણ ની સૌથી લાંબી અને સૌથી નોંધપાત્ર રાજકીય યાત્રાઓ માં ની એક છે , એક સંગઠન કાર્યકર તરીકે શરૂઆત કરનાર નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાત ના મુખ્‍યમંત્રી બન્‍યા, ત્‍યારબાદ ભાજપ ના રાષ્ટ્રીય નેતા તરીકે ઉભર્યા અને ૨૦૧૪ માં દેશના વડાપ્રધાન બન્‍યા ,  ૨૦૧૯ માં વધુ મોટી લોકસભા જીત અને ૨૦૨૪ માં સતત ત્રીજી વખત વડાપ્રધાન બની તેમણે રાષ્ટ્રીય રાજકારણ માં પોતાની આગવી છાપ ઊભી કરી , પીએમઓ પણ તેમની યાત્રા માં ગ્રાસરૂટ કાર્યકર, સંગઠનકાર અને પ્રશાસક તરીકેની ભૂમિકાને મહત્‍વ આપે છે.

* ૧. રાજકીય સફરની શરૂઆત  સંઘ થી ભાજપ સુધી

નરેન્‍દ્રભાઇ મોદી ની સક્રિય રાજકીય યાત્રા નું મૂળ સંઘ ના સંગઠન કાર્ય માં જોવા મળે છે ,

તેમણે શરૂઆતમાં સંઘના કાર્યકર તરીકે કામ કર્યું અને સંગઠન ના વિવિધ સ્‍તરે જવાબદારી ઓ સંભાળી , ત્‍યારબાદ તેઓ ભાજપ સાથે જોડાયા અને ચૂંટણી સંગઠન ઊભું કરવા માં પોતાની ક્ષમતા દર્શાવી , આ સમયગાળા માં તેઓ ચૂંટણી લડતા નેતા કરતાં વધુ ચૂંટણી જીતાડતા સંગઠનકાર તરીકે જાણીતા બન્‍યા.

*  ૨. ૧૯૮૦ ના દાયકા માં ગુજરાત ભાજપ માં સંગઠનકાર

ભાજપ ના ગુજરાત સંગઠન માં નરેન્‍દ્રભાઇ મોદી ની મહત્‍વપૂર્ણ ભૂમિકા ૧૯૮૦ ના દાયકા ના અંત માં વધુ સ્‍પષ્ટ બની , તેમણે સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યકરોનું નેટવર્ક , બૂથ સ્‍તરની રચના , સભા ઓ અને પ્રવાસ , ચૂંટણી આયોજન , જનસંપર્ક , જેવા ક્ષેત્રો માં કામ કર્યું , આ તબક્કો તેમ ની આગળ ની રાજકીય સફર માટે સંગઠનાત્‍મક તાલીમ નો મહત્‍વપૂર્ણ સમય હતો.

* ૩. ૧૯૯૦ રાષ્ટ્રીય સ્‍તરે ઓળખ

૧૯૯૦ ના દાયકા માં નરેન્‍દ્રભાઇ મોદી ની ભૂમિકા ગુજરાત ની બહાર પણ વધી ,

ભાજપ ના વિવિધ રાજ્‍યો ના સંગઠન અને ચૂંટણી કામગીરી માં તેઓ જોડાયા ,

સોમનાથ થી અયોધ્‍યા સુધી ની રથયાત્રા અને ત્‍યાર બાદ ની રાજકીય પ્રવૃત્તિઓ ના સમયગાળા માં ભાજપ ના સંગઠન ને મજબૂત બનાવવા માં તેમની ભૂમિકા રહી , આ પછી મોદી માત્ર ગુજરાત ના સંગઠન કાર રહ્યા નહીં તેમની ગણના ભાજપ ના રાષ્ટ્રીય સંગઠનકારો માં થવા લાગી.

* ૪. ૧૯૯૫ માં ભાજપ માં રાષ્ટ્રીય જવાબદારી

૧૯૯૫ પછી નરેન્‍દ્રભાઇ મોદી ને ભાજપ ના રાષ્ટ્રીય સ્‍તરે વધુ મહત્‍વપૂર્ણ જવાબદારી ઓ મળવા લાગી ,

તેમને ઉત્તર ભારત સહિત વિવિધ રાજ્‍યો ની સંગઠનાત્‍મક કામગીરી સોંપાઈ ,

જમ્‍મુ-કાશ્‍મીર અને ઉત્તર-પૂર્વ ના રાજ્‍યો જેવા રાજકીય રીતે પડકાર જનક વિસ્‍તારો માં પણ પક્ષ ની કામગીરી સાથે તેઓ જોડાયા હતા ,  ગુજરાત ભાજપના સત્તાવાર જીવન વૃત્તાંત અનુસાર, ૧૯૯૮ માં તેઓ રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બન્‍યા અને ઓક્‍ટોબર ૨૦૦૧ સુધી આ જવાબદારી સંભાળી.

*  ૫. ૧૯૯૮ માં ભાજપ ના રાષ્ટ્રીય મહાસચિવ

૧૯૯૮ નરેન્‍દ્ર મોદી ની રાજકીય કારકિર્દી માં મોટો પડાવ હતો , તેઓ ભાજપ ના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બન્‍યા , આ પદે તેઓ વિવિધ રાજ્‍યો માં ભાજપ નું સંગઠન અને ચૂંટણી વ્‍યવસ્‍થા સંભાળતા હતા , અહીંથી તેમ ની રાજકીય કારકિર્દી સ્‍પષ્ટ રીતે રાષ્ટ્રીય સ્‍તરની બની ગઈ.

?? ૬. ૭ ઓક્‍ટોબર ૨૦૦૧ માં ગુજરાત ના મુખ્‍યમંત્રી

નરેન્‍દ્ર મોદી ની રાજકીય સફર નો સૌથી મોટો વળાંક આવ્‍યો ૭ ઓક્‍ટોબર ૨૦૦૧ ના રોજ ,

તેમણે ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા , આ પહેલાં તેઓ ગુજરાત ના ચૂંટણી રાજકારણ માં સીધા ચૂંટાયેલા જનપ્રતિનિધિ નહોતા , એટલે એક સંગઠન કાર ને સીધી મુખ્‍યમંત્રીની જવાબદારી મળવી પોતે જ અસામાન્‍ય રાજકીય ઘટના હતી , તેમની રાજકીય યાત્રા નો આ તબક્કો લગભગ ૧૨ વર્ષ ૭ મહિના સુધી ચાલ્‍યો ઓક્‍ટોબર ૨૦૦૧થી મે ૨૦૧૪ સુધી.

*  ૭. ફેબ્રુઆરી ૨૦૦૨માં નરેન્‍દ્રભાઇ  મોદીની પ્રથમ ચૂંટણી

મુખ્‍યમંત્રી બન્‍યા બાદ નરેન્‍દ્રભાઇ મોદી એ તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી રાજકોટ -૨ બેઠક પરથી લડી ,

રાજકોટ- ૨ પેટાચૂંટણી  ૨૦૦૨ માં નરેન્‍દ્ર ભાઈ ને ૪૫,૨૯૮ મત તો કોંગ્રેસ ના ઉમેદવાર અશ્વિનભાઈ નરભેશંકર મહેતા ને ૩૦,૫૭૦ મત મળતા નરેન્‍દ્રભાઈ ૧૪,૭૨૮ મતો થી વિજયી બન્‍યા હતા, આ નરેન્‍દ્ર મોદી ની પ્રથમ ચૂંટણી જીત હતી , ત્‍યારબાદ તેમણે રાજકોટ- ૨ ની બેઠક છોડી ને મણિનગર બેઠક પરથી રાજકીય સફર આગળ વધારી.

*  ૮. ડિસેમ્‍બર ૨૦૦૨ના રોજ પ્રથમ વિધાનસભા ચૂંટણી અને ભાજપ ની મોટી જીત

૨૦૦૨ ની ગુજરાત વિધાનસભા ચૂંટણી નરેન્‍દ્ર મોદી માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ હતી , આ ચુંટણી માં

કુલ બેઠકો ૧૮૨ માંથી ભાજપ ને ૧૨૭ , કોંગ્રેસ ને ૫૧ તો અન્‍ય ને ૪ બેઠક મળી હતી,

ભાજપે ૧૨૭ બેઠકો મેળવી અને નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં ફરી સરકાર રચાઈ , ભાજપ નો મત હિસ્‍સો આશરે ૪૯.૮૫% રહ્યો , આ ચૂંટણી બાદ નરેન્‍દ્રભાઇ મોદીની ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકેની રાજકીય સ્‍થિતિ મજબૂત થઈ ,

*  ૯. ૨૦૦૭માં આવી ફરી બીજી વિધાનસભા ચૂંટણી

૨૦૦૭માં નરેન્‍દ્રભાઇ મોદીએ ફરી ગુજરાત વિધાનસભા ચૂંટણીનું નેતૃત્‍વ કર્યું, જેમાં ભાજપ ને ૧૧૭ , કોંગ્રેસ ને ૫૯, તો અન્‍ય ને ૬ બેઠક મળી હતી, આમ ભાજપે બહુમતી મેળવી અને નરેન્‍દ્રભાઇ મોદી બીજી વખત ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા , આ ચુંટણીમાં નરેન્‍દ્રભાઈ મણીનગર બેઠક ઉપર થી ચુંટણી લડી ને કોંગ્રેસ ના ઉમેદવાર દિનશા પટેલ ને હરાવી આશરે ૮૭૧૬૧ મતો ના માર્જિન થી ભવ્‍ય જીત મેળવી હતી , મોદી ને મણિનગર માં આશરે ૬૯.૫૩% મત મળ્‍યા હતા.

*  ૧૦. ૨૦૧૨ માં આવી ત્રીજી વિધાનસભા ચૂંટણી

૨૦૧૨ ની ગુજરાત વિધાનસભા ચૂંટણી નરેન્‍દ્ર મોદી ની મુખ્‍યમંત્રી તરીકે ની રાજકીય સફર નો વધુ એક મોટો પડાવ હતી, આ ચુંટણીમાં ભાજપ ને ૧૧૫ , કોંગ્રેસ ને ૬૧તથા અન્‍યો ને ૬ બેઠક મળતા , ભાજપે ફરી બહુમતી મેળવી અને નરેન્‍દ્રભાઇ મોદી ત્રીજી વખત ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા ,આ ચુંટણી માં નરેન્‍દ્રભાઇ ભાઈ મણીનગર બેઠક ઉપર થી ચુંટણી લડીને કોંગ્રેસ ના ઉમેદવાર શ્વેતા સંજીવ ભટ્ટ ને હરાવી ૮૬,૩૭૩ મતો ના માર્જિન થી જીત મેળવી હતી, આ વેળા એ મોદી ને આશરે ૭૫.૩૮% મત મળ્‍યા.

આ જીત બાદ નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાત માં સતત ત્રણ વિધાનસભા ચૂંટણી જીતનારા મુખ્‍યમંત્રી તરીકે વધુ મજબૂત થયા.

*  ૧૧. ૨૦૧૩  ગુજરાતથી દિલ્‍હી તરફ

૨૦૧૨ ની જીત પછી ભાજપ ની અંદર નરેન્‍દ્ર મોદી ની રાષ્ટ્રીય ભૂમિકા ઝડપથી વધી , ૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૧૩ ના રોજ ભાજપે તેમને ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદ ના ઉમેદવાર તરીકે જાહેર કર્યા , હવે લડાઈ માત્ર ગુજરાતની નહોતી , મોદી સામે નો પડકાર હતો  સમગ્ર ભારત જીતવાનો.

* ૧૨. ૨૦૧૪ ઐતિહાસિક લોકસભા ચૂંટણી

૨૦૧૪ ની લોકસભા ચૂંટણી નરેન્‍દ્રભાઇ મોદીની રાજકીય યાત્રાનો સૌથી મોટો વળાંક બની ,

૨૦૧૪ માં ભાજપે ૨૮૨ બેઠકો જીતીને પોતાના દમ પર લોકસભામાં બહુમતી મેળવી, ૧૯૮૪ પછી કોઈ એક પક્ષને મળેલી આ પ્રથમ સ્‍પષ્ટ બહુમતી હતી, એનડીએ સાથી પક્ષો સાથે મળીને સરકાર બનાવી.

* ૧૩. નરેન્‍દ્ર મોદી ની ૨૦૧૪ ની બે લોકસભા બેઠકો

૨૦૧૪ માં નરેન્‍દ્રભાઇ મોદી એ બે બેઠકો પરથી ચૂંટણી લડી, વડોદરા અહીં નરેન્‍દ્ર ભાઈ ને  ૮,૪૫,૪૬૪ મત મળ્‍યા અને  વિજયની સરસાઈ  રહી ૫,૭૦,૧૨૮, જ્‍યારે બીજી બેઠક વારાણસી અહીં નરેન્‍દ્ર ભાઈ ને  ૫,૮૧,૦૨૨ મત મળ્‍યા અને વિજય ની સરસાઈ રહી  ૩,૭૧,૭૮૪ , અત્રે ઉલ્‍લેખનીય છે કે વારાણસી માં તેમના મુખ્‍ય હરીફ આમ આદમી પાર્ટ ના અરવિંદ કેજરીવાલ હતા, નરેન્‍દ્રભાઈ એ ત્‍યાર બાદ  વડોદરા બેઠક છોડી અને વારાણસીના સાંસદ તરીકે રહ્યા.

*  ૧૪. ૨૬ મે ૨૦૧૪ ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન બન્‍યા નરેન્‍દ્રભાઈ,

૨૬ મે ૨૦૧૪ ના રોજ નરેન્‍દ્રભાઇ મોદી એ ભારત ના વડાપ્રધાન તરીકે શપથ લીધા , આ સાથે તેમની રાજકીય યાત્રા નો એક નવો અધ્‍યાય શરૂ થયો , ગુજરાત ના મુખ્‍યમંત્રી  ..દેશ ના વડાપ્રધાન

તેઓ ભારત ના સ્‍વતંત્રતા પછી જન્‍મેલા પ્રથમ વડાપ્રધાન બન્‍યા.

* ૧૫. ૨૦૧૯માં બીજી વખત લોકસભાની ચૂંટણી આવી, પાંચ વર્ષ બાદ

૨૦૧૯ માં નરેન્‍દ્રભાઇ મોદી ફરી રાષ્ટ્રીય ચૂંટણીના કેન્‍દ્રમાં રહ્યા , પરિણામ ૨૦૧૪ કરતાં પણ મોટું આવ્‍યું , આ ચુંટણી માં ભાજપ ને ૩૦૩ બેઠકો મળી, એટલે કે ગત ચૂંટણી કરતા આ વખતે ૨૧ બેઠકો નો વધુ મળી, જ્‍યારે મત હિસ્‍સો રહ્યો આશરે ૩૭.૩્રુ રહ્યો.

* ૧૬. ૨૦૧૯  વારાણસીમાં મોદી ની બીજી મોટી જીત

૨૦૧૯માં નરેન્‍દ્રભાઇ મોદી ફરી વારાણસીમાં થી ચૂંટણી લડ્‍યા, જેમાં નરેન્‍દ્રભાઈને ૬,૭૪૬૬૪ , સપાના શાલિની યાદવને ૧,૯૫,૧૫૯ અને કોંગ્રેસના અજય રાય ને ૧,૫૨,૫૪૮ મત મળતા  વિજયની સરસાઈ હતી ૪,૭૯,૫૦૫ મત ની, જેમાં નરેન્‍દ્ર ભાઈને આશરે ૬૩.૬૨% મત મળ્‍યા.

*   ૧૭. ૩૦ મે ૨૦૧૯ બીજી વખત વડાપ્રધાન ,

૩૦ મે ૨૦૧૯ના રોજ નરેન્‍દ્રભાઇ મોદીએ બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા , આ વખતે ભાજપ પાસે પોતાના દમ પર ૩૦૩ લોકસભા બેઠકો હતી , એટલે કે ૨૦૧૪ની બહુમતી સરકાર બાદ ૨૦૧૯ માં ભાજપે પોતાની સંખ્‍યા વધુ વધારી.

* ૧૮. ૨૦૨૪માં ત્રીજી લોકસભા ચૂંટણી અને નવી રાજકીય સ્‍થિતિ

૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં રાજકીય ગણિત બદલાયું , ભાજપ ને માત્ર ૨૪૦ બેઠકો જ મળી ,

ભાજપ ૨૭૨ણૂની બહુમતી ના આંકડાથી નીચે રહ્યો, પરંતુ  એનડીએ ના સાથી પક્ષોના સમર્થન થી સરકાર રચાઈ , આથી ૨૦૨૪ પછી નરેન્‍દ્રભાઇ મોદીની સરકાર એનડીએ ગઠબંધન સરકાર તરીકે ત્રીજા કાર્યકાળમાં પ્રવેશી.

*  ૧૯. ૨૦૨૪  વારાણસીમાં ત્રીજી જીત

નરેન્‍દ્રભાઇ મોદએ ફરી વારાણસીમાંથી ચૂંટણી લડી અને સતત ત્રીજી વખત જીત મેળવી હતી જેમાં નરેન્‍દ્રભાઈને ....., કોંગ્રેસના અજય રાય ને ૪,૬૦,૪૫૭ મતો, બસપાના અથેરી જામાલ લાર ને ૩૩,૭૬૬ મતો મળતા વિજય ની સરસાઈ હતી ૧,૫૨,૫૧૩ મતની, આ ચુંટણીમાં નરેન્‍દ્રભાઇ ભાઈ ને આશરે ૫૪.૨૪% મત મળ્‍યા , જોકે અહીં એક મહત્‍વ નો રાજકીય તફાવત જોવા મળ્‍યો 

 ૨૦૧૪ - ૩.૭૨ લાખની સરસાઈ

૨૦૧૯ -  ૪.૮૦ લાખની સરસાઈ

૨૦૨૪ - ૧.૫૩ લાખની સરસાઈ

એટલે વારાણસીમાં નરેન્‍દ્રભાઇ ભાઇની જીત યથાવત રહી, પરંતુ વિજય નું અંતર અગાઉ ની બે ચૂંટણી ઓ ની સરખામણીએ ઘટ્‍યું.

* ૨૦. ૯ જૂન ૨૦૨૪  ત્રીજી વખત વડાપ્રધાન , ૯ જૂન ૨૦૨૪ ના રોજ નરેન્‍દ્રભાઇ મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા, આ સાથે તેમની રાજકીય યાત્રા માં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ , ૨૦૧૪ -  પ્રથમ વખત , ૨૦૧૯ - બીજી વખત , અને ૨૦૨૪ - ત્રીજી વખત.

આમ અત્‍યાર સુધી ની એકપણ ચૂંટણીમાં નરેન્‍દ્રભાઇ મોદી ક્‍યારેય હાર્યા નથી ,તેમના ચૂંટણી પરિણામોના સંકલિત રેકોર્ડમાં આ તમામ જીતો નોંધાયેલી છે.

*  રાજકીય સફરનો સાર

નરેન્‍દ્રભાઇ મોદી ની રાજકીય યાત્રાને જો ચૂંટણી ના આંકડા ઓ સાથે સમજીએ તો તેનો ક્રમ ખૂબ સ્‍પષ્ટ બને છેઃ

ય્‍લ્‍લ્‍ કાર્યકર :  ભાજપના સંગઠનકારઃ રાષ્ટ્રીય મહાસચિવ  ૧૯૯૮: ગુજરાત ના મુખ્‍યમંત્રી  ૭ ઓક્‍ટોબર ૨૦૦૧: રાજકોટ-૨ પેટાચૂંટણી  ૨૦૦૨ માં પ્રથમ ચૂંટણી જીતઃ ૨૦૦૨  ભાજપ ૧૨૭/૧૮૨: ૨૦૦૭  ભાજપ ૧૧૭/૧૮૨: ૨૦૧૨  ભાજપ ૧૧૫/૧૮૨: ૨૦૧૩  ભાજપ ના વડાપ્રધાન પદ ના ઉમેદવારઃ ૨૦૧૪  ભાજપ ૨૮૨/૫૪૩: ૨૬ મે ૨૦૧૪  પ્રથમ વખત વડાપ્રધાનઃ ૨૦૧૯  ભાજપ ૩૦૩/૫૪૩: ૩૦ મે ૨૦૧૯  બીજી વખત વડાપ્રધાનઃ ૨૦૨૪  ભાજપ ૨૪૦/૫૪૩, એનડીએ બહુમતીઃ ૯ જૂન ૨૦૨૪  ત્રીજી વખત વડાપ્રધાન

*  એટલે નરેન્‍દ્રભાઇ મોદી ની રાજકીય યાત્રા નો સૌથી મોટો આંકડાકીય બદલાવ.

ગુજરાતઃ ૧૨૭ -૧૧૭ - ૧૧૫ બેઠકો

લોકસભાઃ ૨૮૨ - ૩૦૩ - ૨૪૦ બેઠકો

* નરેન્‍દ્રભાઇભાઈ એ વર્ષ ૨૦૦૨ થી ૨૦૨૪ સુધી કુલ ૮ ચૂંટણી ચુંટણી લડી પરિણામો માં સતત જીત.

આ જ આંકડાઓ પરથી કહી શકાય કે મોદી ની રાજકીય સફર માત્ર પદો ની સફર નથીતે સંગઠન-  ગુજરાત માં સતત ચૂંટણી જીત -  રાષ્ટ્રીય નેતૃત્‍વ -  બે વખત એકપક્ષીય બહુમતી - ત્રીજી વખત એનડીએ સરકાર સુધી પહોંચેલી ચૂંટણી આધારિત રાજકીય યાત્રા છે.

(1:59 PM IST)