News of Sunday, 9th August 2026
પ્રભુતામાં પગલાં: અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે લગ્નગ્રંથિથી જોડાયો ક્રિકેટર રમનદીપ સિંહ, ક્રિકેટ જગતના સિતારાઓએ હાજરી આપી
ટીવી ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટ ગ્લેમરનો અનોખો સંગમ: સોશિયલ મીડિયા પર ફેન્સ અને ક્રિકેટર્સે નવા દંપતીને શુભકામનાઓનો વરસાદ કર્યો

મુંબઈ : ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર અને આઈપીએલ (IPL)માં પોતાના શાનદાર પ્રદર્શનથી જાણીતા ક્રિકેટર રમનદીપ સિંહે જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરી છે. રમનદીપે જાણીતી ટીવી અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે.
લગ્નનો આ સમારોહ ખૂબ જ ધામધૂમથી અને શાહી અંદાજમાં યોજાયો હતો, જેમાં રમતજગત અને મનોરંજન જગતની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.
ગ્લેમરસ વેડિંગમાં ક્રિકેટર્સનો જમાવડો
આ લગ્ન સમારોહમાં ખાસ કરીને ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ અને રમનદીપના સાથી ક્રિકેટર્સે પહોંચીને રોનક વધારી હતી. લગ્નના જશ્નમાંથી સામે આવેલી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. તસવીરોમાં રમનદીપ અને ચાર્લી એકસાથે ખૂબ જ સુંદર અને રોયલ લુકમાં નજરે પડી રહ્યા છે.
કોણ છે ચાર્લી ચૌહાણ?
ચાર્લી ચૌહાણ ટીવી ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તેણે એમટીવીના લોકપ્રિય શો 'કૈસી યે યારિયાં' અને 'રોડીઝ' જેવા શોઝ દ્વારા ઘર-ઘરમાં ઓળખ બનાવી છે. ચાર્લી તેની એક્ટિંગની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
લગ્નના આ શુભ પ્રસંગે ફેન્સ, બોલિવૂડ કલાકારો અને ક્રિકેટ બોર્ડના અન્ય ખેલાડીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ નવ પરિણિત યુગલને સુખી દામ્પત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી છે.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
