News of Monday, 12th October 2026
ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ પર લાગતાં સ્ટિકર્સ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક
એ સ્ટિકર પર લગાવવામાં આવતો ગુંદર કે એડ્હેસિવમાં એવાં કેમિકલ્સ હોય છે

નવી દિલ્હી તા.૧૨: ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ હવે ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ પર લગાવવામાં આવતાં સ્ટિકર્સ બાબતે પણ ચિતા વ્યક્ત કરી છે. એના દ્વારા કહેવાયું છે કે સ્ટિકર લાગેલાં ફ્રૂટ્સ કે વેજિટેબલ્સ ઘરે જઈને સ્ટિકર કાઢીને પાણીથી ધોઈ નાખો તો એ પૂરતું નથી. એ સ્ટિકર પર લગાવવામાં આવતો ગુંદર કે ઍડ્હેસિવમાં એવાં કેમિકલ્સ હોય છે જે પાણીથી ધોવાયા બાદ પણ પૂરી રીતે નીકળતાં નથી અને ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ પર ચોંટેલાં જ રહે છે. એ ગુંદરની નાનીઅમથી ક્વોન્ટિટીથી પણ ગેસ્ટ્રિક ટ્રબલ કે પછી ગળામાં ખિચ-ખિચ થઈ શકે છે અથવા ઊબકા આવી શકે.
આ બાબતે શું કાળજી લેવી એ જણાવતાં FSAAIએ કહ્યું હતું કે પહેલાં તો એ સ્ટિકર કાઢી લેવું અને એટલા ભાગની છાલ કાઢી લેવી. જો શક્ય હોય તો એટલો ભાગ કાપીને ફેંકી દેવો, ઉપયોગમાં ન લેવો. આખું ફળ ફેંકી દેવાની જરૂર નથી
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
