News of Friday, 24th April 2026
શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટ તૂટયો
નિફટી ૨૦૦ પોઈન્ટથી વધુ ઘટ્યોઃ ત્રણ દિવસમાં, સેન્સેક્સ ૨,૪૦૦ પોઈન્ટથી વધુ ઘટ્યો છે

નવી દિલ્હી તા.૨૪: પヘમિ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે આજે સ્થાનિક શેરબજારમાં ફરી ઘટાડો થયો છે. શરૂઆતના ટ્રેડિગમાં ગ્લ્ચ્ સેન્સેક્સ લગભગ ૮૦૦ પોઈન્ટથી વધુ ઘટ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી૫૦ ઇન્ડેક્સ ૨૦૦ પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. સવારે ૧૦:૦૦ વાગ્યે, સેન્સેક્સ ૭૬,૮૫૮.૮૩ પર ટ્રેડ કરી રહ્યો હતો, જે ૮૦૫.૧૭ પોઈન્ટ અથવા ૧.૦૪% ઘટીને હતો. નિફટી ૨૧૬.૩૦ પોઈન્ટ અથવા ૦.૮૯% ઘટીને ૨૩,૯૫૬.૭૫ પર બંધ થયો.
પાછલા સત્રમાં, સેન્સેક્સ ૮૫૨.૪૯ પોઈન્ટ ઘટીને, જ્યારે નિફટી ૨૦૫.૦૫ પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. ત્રણ સત્રમાં સેન્સેક્સ ૨,૪૦૦ પોઈન્ટથી વધુ ઘટ્યો છે.
સેન્સેક્સના ૩૦ માંથી ૧૬ શેરો નુકસાન સાથે ખુલ્યા. IT શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો. HCL ટેક અને ઇન્ફોસિસ બે ટકાથી વધુ ઘટ્યા. સન ફાર્મા અને TCS પણ એક ટકાથી વધુ ઘટ્યા. ICICI બેંક, પાવરગ્રીડ, ભારતી એરટેલ, BEL અને ટેક મહિન્દ્રામાં પણ ઘટાડો થયો. દરમિયાન, SBI, મહિન્દ્રા અને મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર અને ઇન્ડિગોના શેરોમાં ઉછાળો આવ્યો.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
