તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં શેરબજારની શુભ શરૂઆત: સેન્સેક્સ ૮૧,૩૦૦ની નજીક ખુલ્યો, નિફ્ટી ૨૫ હજારને પાર; મેટલ શેરોમાં ખરીદી: મુહૂર્ત ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૮૦,૯૯૯.૪૦ પર અને નિફ્ટી ૨૪,૯૮૬.૪૦ પર બંધ થયા

મુંબઈ: દિવાળીના પાવન પર્વે ભારતીય શેરબજારમાં સંવત ૨૦૮૩ના મુહૂર્ત ટ્રેડિંગની તેજી સાથે શરૂઆત થઈ હતી. રવિવારે બપોરે ૨.૨૦ વાગ્યે શરૂ થયેલા વિશેષ સત્રમાં સેન્સેક્સ ૨૭૧ અંક વધીને ૮૧,૨૯૯.૩૪ ઉપર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી ૪૦ અંક વધીને ૨૫,૦૭૦.૪૫ પર પહોંચ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૮૧,૪૪૨ અને નિફ્ટી ૨૫,૧૩૧ સુધી પહોંચ્યા હતા.
મેટલ ક્ષેત્રમાં ટાટા સ્ટીલ અને હિન્દાલ્કો સહિતના શેરોમાં ખરીદી જોવા મળી હતી. ઓએનજીસીના શેરમાં પણ તેજી નોંધાઈ હતી. અગાઉ શુક્રવારે સેન્સેક્સ ૧,૭૧૮ અંકના ઉછાળા સાથે ૮૧,૦૨૮ ઉપર બંધ થયો હતો. દિવાળીએ રોકાણકારો શુભ મુહૂર્તમાં પ્રતીકાત્મક ખરીદી કરીને નવા નાણાકીય વર્ષની શરૂઆત કરે છે.
બપોરે બજારમાં તેજી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ મુહૂર્ત ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૮૦,૯૯૯.૪૦ પર અને નિફ્ટી ૨૪,૯૮૬.૪૦ પર બંધ થયા હતા.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
