<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

‘નાટક બંધ કરો, આતંકવાદી મસૂદ અઝહરની ધરપકડ કરીને બતાવો'

આતંકી મસૂદ અઝહર પર પાકિસ્‍તાનના નવા પેંતરા પર ભારતનો સીધો પ્રહાર : આતંકવાદી મસૂદ અઝહર પર ઇનામ વધારવાના પાકિસ્‍તાનના પગલાને દુનિયાની આંખમાં ધૂળ નાખવાનું એક પ્રકારનું નાટકઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્‍હીઃ તા.૧૬: આતંકવાદી મસૂદ અઝહર પર ઇનામની રકમ વધારવાના પાકિસ્‍તાનના નિર્ણય પર ભારતે આકરો હુમલો કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા રણધીર જયસવાલે સ્‍પષ્ટ કહ્યું કે આ દુનિયાની આંખમાં ધૂળ નાખવાનું માત્ર એક કાવતરું છે. પાકિસ્‍તાન પોતે આતંકવાદને સરકારી સ્‍તરે પોષતું દેશ છે. આવી સ્‍થિતિમાં માત્ર કાગળ પર જાહેરાત કરવાથી કંઈ હાંસલ થવાનું નથી. ભારતની માગ છે કે પાકિસ્‍તાન બહાનાબાજી છોડીને મસૂદ અઝહર વિરુદ્ધ કડક કાર્યવાહી કરે અને તેની તાત્‍કાલિક ધરપકડ કરે. BRICS સંમેલનમાં કોંગ્રેસ શાસિત રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ સામેલ ન થયા હોવા અંગે પણ મંત્રાલયે પોતાનું વલણ સ્‍પષ્ટ કર્યું. વિદેશ મંત્રાલયે સ્‍પષ્ટ કહ્યું, ‘અમે ગ્‍ય્‍ત્‍ઘ્‍લ્‍ માટે તમામને આમંત્રણ મોકલ્‍યું હતું. હવે તેઓ કાર્યક્રમમાં કેમ ન આવ્‍યા, એ સવાલ તેમને જ પૂછવો જોઈએ.'

ચીન અને તાઇવાન-તિબેટ પર જયરામ રમેશે પૂછેલા સવાલનો શું જવાબ મળ્‍યો?: ચીન સાથેની તાજેતરની વાતચીત અને કોંગ્રેસના નેતા જયરામ રમેશના સવાલો અંગે પ્રવક્‍તાએ જણાવ્‍યું કે પ્રેસ રિલીઝ પહેલેથી જ આવી ચૂકી છે. વાતચીતમાં તાઇવાન અને તિબેટ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્‍યા હતા. ભારતે પોતાની ચિતાઓ ખૂબ જ મજબૂતીથી રજૂ કરી છે. ભ્‍પ્‍ મોદીએ સ્‍પષ્ટ કરી દીધું છે કે સંબંધો પરસ્‍પર સન્‍માન, પરસ્‍પર હિત અને પરસ્‍પર સંવેદનશીલતા પર જ ટકેલા છે. વિવાદાસ્‍પદ ઝાકિર નાઈકનો મુદ્દો પણ મલેશિયા સમક્ષ સતત ઉઠાવવામાં આવી રહ્યો છે.

લાલ સાગરમાં હૂતી હુમલાઓ પર ભારતનું શું વલણ છે?: લાલ સાગરમાં જહાજો પર થઈ રહેલા હૂતી હુમલાઓને ભારતે સંપૂર્ણપણે અસ્‍વીકાર્ય ગણાવ્‍યા છે. તેનાથી સમગ્ર વિસ્‍તારમાં શાંતિ સામે ખતરો ઊભો થઈ રહ્યો છે. કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલા બાદ ભારતીય નાગરિકોને બચાવવા માટે ઓમાન સરકારનો આભાર માનવામાં આવ્‍યો છે. એક ગુમ થયેલા ભારતીય નાગરિકની શોધ હજુ પણ ચાલુ છે.

(10:18 AM IST)