તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
AI નો ડર છોડો, નોકરીઓના નવા દ્વાર ખુલશે: ગૂગલ ડીપમાઈન્ડની શાનદાર નોકરી છોડી ભારતીય એન્જિનિયરે શરૂ કર્યું પોતાનું સ્ટાર્ટઅપ, સોફ્ટવેર જગતમાં આવશે મોટી ક્રાંતિ
સિલિકોન વેલીમાં 'Pomo' સ્ટાર્ટઅપનો ધૂમ પ્રારંભ: ફાઉન્ડર પ્રણીત દત્તાનું માનવું છે કે હવે એઆઈ-નેટિવ બનવું અનિવાર્ય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવિષ્યમાં નવા અને રોમાંચક રોલ્સ ઊભા કરશે

પાલો અલ્ટો (કેલિફોર્નિયા): તા.૦૮ જ્યારે આખું વિશ્વ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને કારણે નોકરીઓ જતી રહેવાની ચિંતા કરી રહ્યું છે, ત્યારે સિલિકોન વેલીમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના પ્રતિભાશાળી એન્જિનિયર પ્રણીત દત્તા એક નવી આશા લઈને આવ્યા છે. ગૂગલ ડીપમાઈન્ડ (Google DeepMind) જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં લીડ એન્જિનિયરની આરામદાયક નોકરી છોડીને પ્રણીતે પોતાના મિત્ર જો ચેક સાથે મળીને 'Pomo' (usepomo.ai) નામનું નવું AI સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેમનું માનવું છે કે AI નોકરીઓ છીનવી લેવાને બદલે નવા પ્રકારની ભૂમિકાઓ અને તકોનું સર્જન કરશે.
પ્રણીત દત્તા અને જો ચેક, જેઓ અનુક્રમે ભારત અને હોંગકોંગથી અમેરિકા આવ્યા છે, તેમની મુલાકાત ગૂગલમાં થઈ હતી. બંને મિત્રોએ જોયું કે સોફ્ટવેર એન્જિનિયરિંગના ક્ષેત્રમાં અત્યારે અભૂતપૂર્વ પરિવર્તન આવી રહ્યું છે. પ્રણીત મુજબ, આ સમય એઆઈના એક્સપોનેન્શિયલ ગ્રોથનો છે અને જે સ્ટાર્ટઅપ શરૂઆતથી જ AI ને અપનાવશે તે જ આગામી પેઢીની મોટી કંપની બની શકશે. તેઓ માને છે કે જૂની રીતો બદલાશે, પરંતુ તેનાથી એન્જિનિયરોની સર્જનાત્મકતામાં વધારો થશે.
પાલો અલ્ટો સ્થિત આ સ્ટાર્ટઅપ 'AI એજન્ટ્સ' પર કામ કરી રહ્યું છે, જે એન્જિનિયરિંગ વર્કફ્લોને સંપૂર્ણપણે બદલી નાખશે. પ્રણીતનું કહેવું છે કે ટેક ક્ષેત્રમાં અત્યારે જે ભયનો માહોલ છે તેની સામે સકારાત્મક અભિગમ રાખવાની જરૂર છે. AI માત્ર એક ટૂલ નથી, પણ તે એક એવો સહાયક છે જે જટિલ કામોને સરળ બનાવીને માણસો માટે વધુ કૌશલ્યપૂર્ણ કામ કરવાની જગ્યા બનાવશે. સોફ્ટવેર પ્રોફેશનલ માટે આ મુશ્કેલ સમય નથી, પણ કંઈક નવું શીખવાની સુવર્ણ તક છે.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
